જામનગર તાલુકાના ઠેબા ગામની 21 વર્ષીય યુવતી નાસ્તો લેવા માટે ઘેરથી નીકળ્યા બાદ લાપત્તા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી પારસબેન ગિરધરભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની અપરણિત યુવતિ કે જે ગત ૧૫ મી તારીખે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નાસ્તો લેવાનું કહીને નીકળી હતી, ત્યારબાદ લાપત્તા બની ગઈ હતી, અને આજ દિન સુધી પરત ફરી ન હતી. આથી પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓ તમામની પૂછપરછ કરતાં તેણીનો કોઈ પતો સાંપડ્યો ન હતો.
આખરે ગુમ થનારના પિતા ગિરધરભાઈ બોઘાભાઈ મકવાણાએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની પુત્રી એકાએક ગુમ થઈ ગઈ હોવાની જાણ કરતાં પોલીસે ગુમ નોંધ કરીને તેણીની શોધખોળ હાથ ધરી છે. પંચકોશી એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.