૧૦ વર્ષથી પ્રેક્ટિસ કરતો ધો.૧૦ પાસ 'તબીબ' પકડાયો
છાંયાના ખડા વિસ્તારમાં એસ.ઓ.જી.ની 'સર્જરી'
કોરોનાકાળમાં પણ દવાખાનું ધમધમતું રાખીને તગડી કમાણી કર્યાની આશંકા, રિમાન્ડની તજવીજ
પોરબંદરમાં એસઓજીના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી
માહિતીના આધારે છાંયા વિસ્તારમાંથી લાયકાત વગર તબીબ તરીકે પ્રેકટીસ કરતા નિલેષ
નાથાભાઈ રાઠોડને (ઉ.વ.૫૩,
રહે. છાંયા) પકડી પાડયો હતો. પકડાયેલા બોગસ તબીબ પાસેથી વિવિધ પ્રકારની દવા
તથા ઈન્જેકશન સહિત મેડિકલના સાધનો મળી કુલ રૃા. ૬૦,૬૬૮ નો મુદામાલ મળી આવ્યો હતો.
છાંયામાં રહેતો અને ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા
કરતા નિલેષ નાથા રાઠોડને ઝડપી પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ચૌકાવનારી
કબૂલાત આપી હતી કે, તે માત્ર
દસ પાસ છે અને છેલ્લા દસ વર્ષથી પોતાનું દવાખાનું ચલાવતો હતો. હાલ પોલીસે
ગેરકાયદેસર પ્રેકટીસ કરવા બદલ જરૃરી કાર્યવાહી હાથ ધરી છે.
છાયા વિસ્તારમાં રાઠોડ સાહેબ તરીકે ઓળખાતો આ ડોકટર
કોરોનાકાળમાં પણ આ વિસ્તારના લોકોને લૂંટીને તગડી કમાણી કરતો હોવાની આશંકા જન્મી છે.
અને તેથી પોલીસ તેની રીમાન્ડની તજવીજ હાથ ધરશે તેમ જણાઈ રહ્યું છે.