Get The App

બગદાણા આવેલી 10 વર્ષીય બાળા સાથે યુવકે દુષ્કર્મ ગુજાર્યું

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
બગદાણા આવેલી 10 વર્ષીય બાળા સાથે યુવકે દુષ્કર્મ ગુજાર્યું 1 - image


ગત વર્ષના નવેમ્બર-ડિસેમ્બર માસમાં બન્યો હતો બનાવ

દેગવડાના શખસે બાળકીના દાદી અને પપ્પાને મારી નાંખવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો 

ભાવનગર: બગદાણા પુનમ ભરવા આવેલી એક ૧૦ વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-૨૦૨૪ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રાજકોટ પંથકની એક ૧૦ વર્ષની બાળકી તેના પરિવાર સાથે બગદાણા પુનમ ભરવા આવી હતી. અહીં ભરત પ્રભુદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.૩૨, રહે.દેગવડા) નામના શખ્સના સાથે બાળકી અને તેના પરિવારનો પરિચય થયો હતો અને મજુરી કામ સાથે જોડાયેલા બાળકીના પરિવારને આ વિસ્તારમાં મજુરી કામ મળતું હોવાથી અવાન-નવાર આવતા રહેતા હોય ત્યારે ૧૦ વર્ષિય બાળકીને તેના દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી ગત વર્ષ-૨૦૨૪ના નવેમ્બર-ડિસેમ્બર માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News