Get The App

ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 97 ટકા મતદાન, આજના પરિણામો રસપ્રદ રહેશે

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 97 ટકા મતદાન, આજના પરિણામો રસપ્રદ રહેશે 1 - image


Unjha APMC Election: ઊંઝા એપીએમસીની હાઈ વોલ્ટેજ ચૂંટણી અનેક આતુરતાઓ વચ્ચે સોમવારે યોજાઈ હતી. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે સવારે 9 કલાકેથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગમાં નોંધાયેલા 261માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં કુલ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા હતા. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું. જયારે આજે (17મી ડિસેમ્બર) મતગણતરીના અંતે પરિણામો જાહેર કરવામાં આવશે.

મતદાન બૂથ પર મતદાન માટે લાંબી લાઈન લાગી હતી

ઊંઝા એપીએમસી સંકૂલમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મતદાન શરૂ થતાં ખેડૂત વિભાગના 1 અને અને વેપારી વિભાગમાં બનાવાયેલા 2 મતદાન બૂથો ઉપર મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી. જેમાં ખેડૂત વિભાગમા કુલ મતદાન 261 પૈકી 258 અને વેપારી વિભાગમાં 805 મતદાન પૈકી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું: પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 100થી વધુ વિદેશીઓની ધરપકડ

ચૂંટણી રસપ્રદ બની ગઈ હતી

મતદાન પ્રક્રિયા શાતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બન્ને વિભાગના 36 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રણ બૂથમાં 15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓએ ફરજ બજાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 પીઆઈ સહિત 7 પીએસઆઇ અને 71 પોલીસકર્મીઓ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રેઝરી ઓફીસ ખાતે લઈ જવામાં આવી હતી.શરૂઆતથી જ આ ચૂંટણી રસપ્રદ બની ગઈ હતી. જેથી આજે થનાર મતગણતરી બાદ જાહેર થનાર પરિણામો ખૂબ જ રસપ્રદ બનશે.

બન્ને વિભાગમાં 61 મહિલાઓએ મતદાન કર્યું

ઉઝા એપીએમસીની ચુટણીમાં   પુરુષ મતદારો સાથે સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં ખેડૂત વિભાગમાં 32 મહિલા મતદારો અને વેપારી વિભાગમાં 29 મળી કુલ 61 જેટલા મહિલા મતદારોએ મતદાન કરીને પોતાની પસંદગીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાની મ્હોર મારી હતી. 

ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 97 ટકા મતદાન, આજના પરિણામો રસપ્રદ રહેશે 2 - image


Google NewsGoogle News