Get The App

મોરબી જિલ્લામાં 1000 પુરૂષની સાપેક્ષમાં 931 સ્ત્રી જન્મદર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
મોરબી જિલ્લામાં 1000 પુરૂષની સાપેક્ષમાં 931 સ્ત્રી જન્મદર 1 - image


માતા અને બાળ મૃત્યુ દર અંગે સમીક્ષા બેઠક યોજાઇ : ચાલુ વર્ષે ગર્ભસ્થ શિશુનાં જાતિ પરીક્ષણ બદલ ત્રણ ક્લિનિક સીલ કરાયા, : નવા ક્લિનિક કે દવાખાના ખૂલે તો નોંધણી કરાવવા સૂચના

મોરબી, : મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત માતામૃત્યુ દર અને બાળમૃત્યુ દરની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો અને માતાના મૃત્યુનું શું કારણ હતું અને તેને રોકવા માટે વહીવટી તંત્ર શું શું પગલાં લઇ શકે છે તે માટે જે પરિવારમાં બાળમૃત્યુ કે માતાનું મૃત્યુ નોંધાયા હોય તેમના પરિવારજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર મોરબી જિલ્લાના છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો 931 જેટલો સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણ જોઈએ તો 1000ની સાપેક્ષમાં 931 જણાય છે. જે છોકરીઓના જન્મના પ્રમાણમાં વધારો સૂચવે છે. આ વર્ષમાં મોરબીમાં ગર્ભસ્થ શિશુના લિંગ તપાસ બદલ 3 ક્લિનિક / મેડિકલ સંસ્થાને સીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ કરતા લોકો વિરૂદ્ધ ઝીરો કેઝયુઆલીટીનો એપ્રોચ રાખવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ અંગેની સાચી માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપશે તો તેમની ઓળખ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે. મોરબીમાં જે જે નવા ક્લિનિક કે મેડિકલ સંસ્થા ખુલે તેમણે તાત્કાલિક ધોરણે ઘી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન ફરજિયાતપણે પૂર્ણ કરાવી લેવાનું રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. 

આ ઉપરાંત માતા મરણ અને બાળ મરણની બેઠકમાં માતા મરણ અને બાળ મરણના કારણોની ચર્ચા ી રોગ નિષ્ણાત અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં મરણ થતા અટકાવા તાકીદ કરવામાં આવી હતી. જે વિસ્તારોમાં લિંગ ગુણોત્તર પ્રમાણ (સેકસ રેશિયો) ઓછો છે તો તે વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે ક્રોસ વેરીફીકેશન કરાવવા સૂચના આપવામાં આવી હતી. ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.



Google NewsGoogle News