વેરાવળમા ટ્રાન્સપોર્ટરની જાણ બહાર ટર્મ લોન એકાઉન્ટમાંથી 93 લાખ ટ્રાન્સફર કરી લીધા
પીપલ્સ બેન્કના મેનેજર, એક મહિલા સહિત ત્રણ સામે આક્ષેપ સાથે છેતરપિંડીની FIR : બેન્ક એકાઉન્ટમાં મોબાઈલ નંબર જાણ વગર બદલાવી નાખ્યાની રાવ કરતા તપાસ શરૂ
વેરાવળ, : સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે રહેતા ટ્રાન્સપોર્ટરે અહીના પોલીસ મથકમાં વેરાવળ પીપલ્સ બેન્કના મેનેજર, ંધંધામાં ભાગીદાર અને એમના પત્ની સામે છેતરપિંડી થયાની આક્ષેપ સહ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
હરણાસાના ટ્રાન્સપોર્ટર કીરીટભાઇ ગોવાભાઇ નાઘેરા આહીર ઉ.વ. 36 એ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી મારી ફરીયાદ લખાવી છે કે, તે છેેલ્લા આઠ વર્ષથી હરણાસા ગ્રામ પંચાયતની બાજુમા સોમનાથ એન્ટરપ્રા ઈઝ નામની પેઢીના પ્રોપરાઈટર તરીકે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.સને 2016મા ટ્રાન્સપોર્ટના ધંધામા વધારે રૂપીયાની જરૂરત પડતા તેના મીત્ર ભાવેશભાઇને વાત કરીને કહેલ કે વેરાવળ પીપલ્સ બેન્કમા હુ તમારી લોન કરાવી આપીશ અને મારૂ મકાન મોર્ગેજમા રાખી અને તમારી લોનમા હુ જામીન પણ પડી જઇશ તે બાદ માહે-૦૫/૨૦૨૩મા ફરિયાદી ટ્રાન્સપોર્ટર તથા તેના પિતરાઇ ભાઇ અરવિંદભા ઇ નાઘેરા તથા ભાવેશભાઈ ઠકરાર ધી વેરાવળ પીપલ્સ કો.ઓપરેટીવ બેન્કની બસ સટેશન સામે આવેલ શાખામા ગયેલ અને ત્યાં વ્યાપાર મીત્રનામનુ ખાતુ ખોલાવેલ જેમા આશરે રૂ.1.25, ૦૦,૦૦૦/-(એક કરોડ પચ્ચીસ લાખ)ની લોન મેળવવા માટેની પ્રોસીજર કરેલ તેમજ બીજુ ટર્મ લોન ખાતુ ખોલાવે લ જેમા આશરે રૂ.1,૦૦,૦૦,૦૦૦/-(એક કરોડ)ની લોન મેળવવા માટેની પ્રોસીજર કરેલ હતી
અને તે જ દિવસે આ બન્ને ખાતાની ચેક બુકો ટ્રાન્સપોર્ટરનેબેન્ક તરફથી મળેલ જે પૈકીના ખાતાના એક ચેકમા સહી કરેલ બાકી બીજી કોરી ચેકબુ ક ભાવેશભાઇની ઓફીસએ રાખી દિધેલ હતી .તે બાદ ટ્રાનસપોર્ટરની ટર્મ લોન ખાતા મા શેર્સની રકમ તેમજ કાનૂની ખર્ચ બાદ કરતા 93,00,9000/-(ત્રાણુ લાખ નવ હજાર)ની રકમ ટ્રાન્સપોર્ટરના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામા આવેલ હતી તેમજ વ્યાપાર મીત્ર ખાતામા શેર્સની રકમ તેમજ લોનનો કાનૂની ખર્ચ બાદ કરતા રૂા. 1,21,00,000/-(એક કરોડ એકવીસ લાખ)ની રકમ બેન્ક ધ્વારા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતી જે અંગેનો ટ્રાન્સપોર્ટરના ઉપરોકત મોબાઇલ નંબરમાં મેસેજ આવેલ હતો અને ટ્રાન્સપોર્ટરના ટર્મ લોન ખાતામાથી રૂ. 93,09,000/-(ત્રાણુ લાખ નવ હજાર)ની રકમ નેહલબેન ભાવેશભાઈ ઠકરારના ખાતામા તેની જાણ અને મંજુરી વગર બેન્ક દ્રારા ટ્રાન્સફર કરેલ હતી. જેનો મેસેજ આવતા પીતરાઇ ભાઇ અરવિંદ ભાઇને વાત કરેલ કે મારા ખાતામા જમા થયેલ લોનના રૂપીયા નેહલબેનના ખાતામા ટ્રાન્સફર થયાનો મને મેસે જ આવેલ છે. તો આ રૂપીયા કેમ ટ્રાન્સફર થયેલ છે. આમ વાત કરતા અરવિંદભાઇએ ભાવેશભાઇને વાત કરી મને ફરી ફો ન કરી કહેલ કે રૂપીયા થોડા સમયમાં ફરી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે આમ વાત કરેલ હતી. અને તે બાદ આ ભાવે શભાઇએ મારા લોનના રૂપીયા મારા ખાતામા પરત ટ્રાન્સફર કરેલ નહી અને આ લોનનો હપ્તો રૂ. 1,60,350/- મારા વ્યાપાર મીત્રના ખાતામાથી દર મહીને કપાત થતો તે બાદ પણ અમારી વચ્ચે આથક લેવડ દેવડ થયેલ હતી.
તે બાદ ટ્રાન્સપોર્ટરના પિતરાઇ ભાઇ અરવિંદભાઇ નાઘેરા તથા આ ભાવેશભાઇ ઠકરાર વચ્ચે ધંધાકિય હીસાબ બાબતે અણબનાવ બનતા તેઓ ધંધાકિય રીતે અલગ થઇ ગયેલ હતા. તે પછી વ્યાપાર મિત્ર ખાતા માં કોઇ ટ્રાન્જેકશન થાય તો મોબાઈલ નંબરમાં ટ્રાન્જેકશન થયા અંગેનો મેસેજ આવતો પરંતુ થોડા સમય બાદ ટ્રાન્જેકશન બાબતના કોઇ મેસેજ ન આવતા ે વેરાવળ પીપલ્સ બેન્ક ખાતે જઇ મારા આ ખાતાનુ સ્ટેટમેન્ટ કઢાવ્યું હતુ.તેમા જોતા મારા આ ખાતામાં ભાવેશભાઇના મોબાઇલ નંબર રજીસ્ટર થયેલાનુ જણાયેલ જેથી આ ખાતામા મારા મોબાઇલ નંબર એડ કરવાની અરજી ે આપતા તે જ દિવસે આ મારા ખાતામાં ભાવેશભાઇના મોબાઇલ નંબર એડ થયેલ હતો.તે બાબતે બેન્ક પાસેથી માહીતી મેળવતા જણાયેલ કે ટ્રાન્સપોર્ટરના આ ખાતામાં મોબાઇલ નંબર ચેન્જ કરવાની અરજી આપેલ હતી. જે અરજીમાં ભાવેશભાઇએ મારી(ટ્રાન્સપોર્ટર)ની ખોટી સહી કરી તેમજ સોમનાથ એન્ટરપ્રાઇઝનો રબ્બર સ્ટેમ્પ મારી અરજી કરતા મારા નંબર ચેન્જ થયાનુ જણાયેલ હોય અ ને બેન્ક મેનેજર સુધીરભાઇ તુલશીદાસ ચંદારાણાએ પરવાનગી વગર મારા મોબાઇલ નંબર ને બદલે ભાવેશભાઇના મોબાઇલ નંબર નાખેલા હતા.
ત્યાર બાદ આશરે ત્રણ ચાર માસ બાદ મને જાણવા મળેલ કે વ્યાપાર મીત્ર ખાતા બંધ કરાવવા રૂા 1,60,629 /- (એક લાખ સાઇઠ હજાર છસો ઓગણત્રીસ) ની રકમ નેટબેન્કીંગ મારફત ભાવેશભાઇએ ટ્રાન્સફર કરી અરજી આપી અરજીમા ભાવેશ ભાઇએ મારી ખોટી સહી કરી હતી. તેમજ મારી સોમનાથ એન્ટરપ્રાઇઝનો રબ્બર સ્ટેમ્પ મારી અરજી કરતા બેન્ક મેનેજર સુધી રભાઇ તુલશીદાસ ચંદારાણાએ દ્રારા મારી જાણ બહાર અને મારી પરવાનગી વગર મારૂ વ્યાપાર મીત્ર ખાતુ બંધ કરેલ હતુ.