Get The App

ઉધનાના કાપડ વેપારી સાથે દિલ્હીના પિતા-પુત્રની રૂ.91.93 લાખની ઠગાઈ

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈમાં મોટા પાયે વેપાર કરીએ છીએ અને સમયસર પેમેન્ટ કરીએ છીએ કહી દિલ્હીના દલાલ મારફતે માલ મંગાવ્યો હતો

સુરતનું ગોડાઉન અને દિલ્હીની દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા

Updated: Nov 21st, 2022


Google NewsGoogle News
ઉધનાના કાપડ વેપારી સાથે દિલ્હીના પિતા-પુત્રની રૂ.91.93 લાખની ઠગાઈ 1 - image


- અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈમાં મોટા પાયે વેપાર કરીએ છીએ અને સમયસર પેમેન્ટ કરીએ છીએ કહી દિલ્હીના દલાલ મારફતે માલ મંગાવ્યો હતો

- સુરતનું ગોડાઉન અને દિલ્હીની દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા

સુરત, : સુરતના ઉધના ઉદ્યોગનગર સંઘમાં દુકાન અને ગોડાઉન ધરાવતા વેસુના કાપડ વેપારીનો દિલ્હીના દલાલ મારફતે સંપર્ક કરી અમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈમાં મોટા પાયે વેપાર કરીએ છીએ અને સમયસર પેમેન્ટ કરીએ છીએ કહી દિલ્હીના પિતા-પુત્ર રૂ.91.93 લાખનું પેમેન્ટ કર્યા વિના સુરતનું ગોડાઉન અને દિલ્હીની દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ જે.એચ.અંબાણી સ્કૂલ પાસે કેસલ બ્રાઉન ફ્લેટ નં.5/બી માં રહેતા 34 વર્ષીય અભિષેકભાઈ યુધિષ્ઠિરભાઈ બત્રા ઉધના ઉદ્યોગનગર સંઘ રોડ નં.6 ખાતે હની પ્રિન્ટસના નામે શૂટ દુપટ્ટા અને અન્ય કાપડની દુકાન અને ગોડાઉન ધરાવે છે.વર્ષ 2015 ના અંતમાં દિલ્હીના તીરથનગર ક્રિષ્નાપાર્ક ખાતે રહેતા દલાલ સવેન્દરસીંગ રામસીંગ તેમની સાથે નિરપાલસીંગ પ્રતાપસિંગ મલ્હોત્રા અને તેના પિતા પ્રતાપસિંગ ( બંને રહે.2405, હડસન લેન, કીંગ્સવે કેમ્પ, નવી દિલ્હી ) ને લઈ અભિષેકભાઈની દુકાને આવ્યા હતા.પોતે દિલ્હીમાં કેએનટી ઓવરસીઝ અને આર.જે.એક્ષ્પોર્ટના નામે ચાંદનીચોક ઘંટેશ્વર ગલીમાં વેપાર કરે છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈમાં મોટા પાયે વેપાર કરીએ છીએ અને સમયસર પેમેન્ટ કરીએ છીએ તેમ કહી વેપાર શરૂ કર્યો હતો.

ઉધનાના કાપડ વેપારી સાથે દિલ્હીના પિતા-પુત્રની રૂ.91.93 લાખની ઠગાઈ 2 - image

પિતા-પુત્ર સુરતમાં ઘણા વેપારીઓ પાસેથી માલ મંગાવતા હોય તેમણે ભાઠેના ભારત ટ્રાન્સપોર્ટનગરમાં ગોડાઉન પણ રાખ્યું હતું.જોકે, અભિષેકભાઈએ નવેમ્બર 2015 માં તેમને મોકલેલા માલનું બાકી પેમેન્ટ રૂ.91,92,574 સમયસર ચુકવવાને બદલે પિતા-પુત્રએ વાયદાઓ કર્યા હતા અને બાદમાં સુરતનું ગોડાઉન અને દિલ્હીની દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે અભિષેકભાઈએ કરેલી અરજીના આધારે ઉધના પોલીસે આજરોજ પિતા-પુત્ર અને દલાલ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News