મોરબીમાં 9 વર્ષની બાળકી ઝેરી દવા ગટગટાવી જતાં મોત, પરિવારના માથે આભ ફાટ્યું
9 year old girl die in Morbi : ક્યારેક એક નાનકડી ભૂલ મોટી મુસીબતમાં મુકી છે, ક્યારેક ક્યારે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. જેમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ 9 વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી લેતાં તેની તબિયત લથડી હતી. જેથી સવાભાઇ તેણે સરકારી હોસ્પિટલ લઇને દોડ્યા હતા. જ્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ 9 વર્ષીય બાળીકનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ હોસ્પિટલ દ્વારા મોરબી પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બનાવની નોંધ કરી વધુ તજવીજ હાથ ધરી હતી. જોકે બાળકી ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.