આણંદના કુંજરાવ ગામમાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા
- રૂપિયા 25 હજારનો મુદ્દામાલ જપ્ત
- બહારથી માણસો બોલાવી ગામના ગલુડી વિસ્તારના ખેતરમાં જુગાર રમાડાતો હતો
આણંદ જિલ્લાના કુંજરાવ ગામમાં ભાથીજીવાળા ફળિયામાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે ખાટિયો પરસોત્તમભાઈ ડાભી બહારથી માણસો બોલાવી કુંજરાવ ગલુડી વિસ્તારમાં આવેલા ખેતરમાં પત્તાપાનાનો જુગાર રમાડતો હતો. જ્યાં આણંદ એલસીબીએ દરોડો પાડીને ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ખાટિયો પરસોત્તમભાઈ ડાભી (રહે. કુંજરાવ), અંબુભાઈ મોતીભાઈ ડાભી (રહે. ચીનુકાકાની ખરી પાછળ- કુંજરાવ ગામ), શનાભાઈ ભાઈલાલભાઈ વાઘેલા (રહે. કણભઈપુરા દૂધની ડેરી સામે, તા. ઉમરેઠ), ભરતકુમાર ઉર્ફે ગોપાલ જશભાઈ સિંધા (રહે. સારસા વાંટામા પરબડી પાસે, તા.જિ. આણંદ), મનુભાઈ ખુશાલભાઈ રોહિત (રહે. સારસા સરકારી દવાખાના સામે, રોહિતવાસ, તા.જિ. આણંદ), સંજયભાઈ ઉર્ફે વિજયભાઈ તખતસિંહ રાઉલજી (રહે. રાસનોલ નહેર ઉપર, તા.જિ. આણંદ), ગની ઈબ્રાહીમ વ્હોરા (રહે. સામરખા મસ્જિદ પાસે, તા.જિ. આણંદ), રોશનશા સલેમશા દીવાન (રહે. રાસનોલ ભાથીજીવાળુ ફળિયું, તા.જિ. આણંદ) અને ઈમ્તીયાઝ નજીરભાઈ મલેક (રહે. આણંદ ૧૦૦ ફૂટ રોડ, ગ્રાનપાર્ક, મ.નં.-૨૩, તા.જિ. આણંદ) પાસેથી રોકડ રૂા. ૨૪,૬૦૦ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.