જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જુગાર રમી રહેલી 7 મહિલા સહિત 9 જુગારીઓ પકડાયા
Jamnagar Gambling Raid : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 7 મહિલા સહિત 9 જુગારીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે રાતે હનુમાન ટેકરી, દલિત નગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી તેજુબેન રામજીભાઈ પરમાર, કેશીબેન નાનજીભાઈ રાઠોડ, દેવીબેન કરસનભાઈ બોખાણી, મણીબેન મોહનભાઈ આઠુ, વીરૂબેન દુદાભાઈ આઠુ, ચંદ્રિકાબેન વાલજીભાઈ આઠુ, અને અમૃતબેન મનસુખભાઈ આઠુ, ઉપરાંત પરસોત્તમભાઈ હમીરભાઈ પરમાર અને આકાશભાઈ મનસુખભાઈ આઠુ સહિત નવ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,560 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.