જામનગરમાં જુગારના બે દરોડામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 6 મહિલા સહિત 9 જુગારીઓ પકડાયા
Jamnagar Gambling Crime : જામનગર શહેરમાં પોલીસે ગઈરાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ જુગારીઓની અટકાયત કરી લઇ જુગારનો સામાન કબજે કર્યો છે. જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રતન એપાર્ટમેન્ટની સામેની ગલીમાં જાહેરમાં કેટલીક મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમી રહી છે, તેવી બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યાંથી છ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવી હતી.
આથી પોલીસે હંસાબેન ધનજીભાઈ પરમાર, સંતોકબેન રમેશભાઈ કછેટીયા, મંજુબેન હસમુખભાઈ ટાંક, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, પ્રતિમાબા હેમતસિંહ ચૌહાણ તેમજ મંજુબેન કિશોરભાઈની અટકાયત કરી લઈ તેઓ પાસેથી બે લાખની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો ગુલાબ નગર શેરીનાં ત્રણમાં આવેલા ચામુંડા કૃપા નામના મકાનમાં પાડવામાં આવ્યો હતો. જે મકાનમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા વનરાજસિંહ દિલૂભા જાડેજા તેમજ અરવિંદ સિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદભાઈ કોટેચાની અટકાયત કરી લીધી છે, જયારે અજાણ્યો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે, અને પોલીસે બનાવના સ્થળેથી રોકડ રકમ અને બાઈક સહિત રૂપિયા 2,70,000 ની માલમતા કબજે કરી છે.