ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી 86 હજારની ચોરી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી 86 હજારની ચોરી 1 - image

image : Freepik

Vadodara Theft Case : વડોદરામાં કિશનવાડી સુદામાપુરીમાં રહેતા રોહિતભાઈ કહાર મંગળ બજાર ખાતે રેડીમેડ કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી અને પાંચમા દિવસે વિસર્જન કરવાનું હતું. 11મી તારીખે રોહિત તથા તેની માતા ભાઈ વગેરે ટેમ્પામાં ગણેશજીની મૂર્તિ રાત્રે 11:15 વાગે નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે ગયા હતા. રાત્રે 12:30 વાગે તેઓ પરત આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને સામાનન વેર વિખેર પડ્યો હતો. ચોરી થયાનું જાણતા ઘરમાં જઈને તપાસ કરતા સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા 86 હજારના ચોરી થઈ ગયા હતા. બનાવ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News