Get The App

આ દાદીમા 85 વર્ષે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, જાણો શું છે આ ઉંમરે પણ તેમની જબરદસ્ત ફિટનેસનું રહસ્ય

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Bhanumati ben patel


85-Year-Old Woman Won Gold Medal in Junagadh: ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા 7મી અને 8મી સપ્ટેમ્બરના નડિયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબહેન પટેલે ઝડપી ચાલ અને દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

આ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

નડિયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી સિનિયર સિટિઝને ભાગ લીધો હતો. જેમાં 85 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા જૂનાગઢના ભાનુમતીબહેન પટેલે 1500 મીટર, 5 હજાર મીટર દોડ તેમજ 5 હજાર મીટર ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે આ ત્રણેય સ્પર્ધા નિયત સમયમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જે બદલ માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા ભાનુમતીબહેન પટેલને ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE'

જાણો ભાનુમતીબહેન પટેલની ફિટનેસનું રહસ્ય

85 વર્ષીય ભાનુમતીબહેન પટેલ ફિટ રહેવા માટે નિયમિત ચાલવું, કસરત કરવાની ટેવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પૌષ્ટિક આહાર લે છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબહેન પટેલે અત્યાર સુધીમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડ તેમજ ઝડપી ચાલ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

આ દાદીમા 85 વર્ષે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, જાણો શું છે આ ઉંમરે પણ તેમની જબરદસ્ત ફિટનેસનું રહસ્ય 2 - image


Google NewsGoogle News