Get The App

વડોદરામાં જમીનના વારસદારોને શોધીને ૮૨૬૯ વારસાઇ નોધણી કરાવી

સૌથી વધારે સાવલી તાલુકામાં નોંધણી ઃ મિલકત સંબંધી પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે તેવો દાવો

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં જમીનના વારસદારોને શોધીને ૮૨૬૯ વારસાઇ નોધણી કરાવી 1 - image

વડોદરા, તા.૨ વડોદરામાં સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી કરવા જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો જિલ્લાનાં દરેક ગામોમાં ઘરે ઘરે જઈને ચાલુ વર્ષે કુલ ૮૨૬૮ વારસાઇ નોંધણી કરાવી ેહતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.૨૯મી નવેમ્બર સુધીમાં કુલ ૮૨૬૮ વારસાઈ નોંધ મળી છે. જિલ્લા કલેક્ટર  બીજલ શાહે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૃપ આપતા વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ તા.૧૨ ફેબુ્રઆરીથી તા.૩૧ માર્ચ સુધીમાં ૩૦૩૮ વારસાઈ નોંધ મળી હતી. ત્યાર બાદ એપ્રિલમાં ૬૩૯, મે માં ૬૧૯, જૂન માં ૬૪૮, ઓગસ્ટ માં ૬૬૫, સપ્ટેમ્બરમાં ૭૭૪, ઓક્ટોબરમાં ૧૨૬૪ અને નવેમ્બર માસમાં ૬૨૧ વારસાઈ નોંધ મળી છે.

તેવી જ રીતે મામલતદાર કચેરી સાવલીમાં ૧૩૮૮, વડોદરામાં ૧૩૨૨, વાઘોડિયામાં ૧૧૬૯, ડભોઇમાં ૧૨૦૪, પાદરામાં ૧૭૨૧, કરજણમાં ૧૦૧૫, શિનોરમાં ૫૧૭, ડેસર માં ૬૭૪, વડોદરા શહેર ઉત્તરમાં ૬૬,  દક્ષિણમાં ૧૦૦, પૂર્વમાં ૪૪ અને પશ્ચિમમાં ૧૬ વારસાઈ નોંધણી કરવામાં આવી છે. 

સામાન્ય રીતે ખાતેદાર કે મિલકત ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવા માટે હક્ક પત્રક અને ગામના નમુના નં.૧૪ માં મૃત્યુની નોંધણી ફરજિયાત છે. ઘણા ગામોમાં બે ત્રણ પેઢીના વંશજો મૃત્યુ પામ્યા હોય તો પણ મૂળ ખાતેદારના નામ ચાલતા હોય છે. વધુમાં સીધી લીટીના વારસો સહિત સંયુક્ત હક્ક વાળા ભાઈ બહેનો પોતાના કાયદેસરના હક્કથી વંચિત રહેતા હોય છે. 

વારસાઈ ઝુંબેશને એક અભિયાન સ્વરૃપ આપતા લોકોમાં વારસાઈ નોંધણી પ્રત્યે જાગૃતતા આવી છે. ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ મરણ રજીસ્ટરમાં નામોની ખાતરી કરીને જમીન ધરાવતા મૃતકના પરિવારોને પેઢીનામું કઢાવીને સીધી લીટીના વારસદારોના નામ ઉમેરવામાં આવ્યા છે.




Google NewsGoogle News