બનાસકાંઠાના ડીસામાં બંદૂકની અણીએ 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારીને બનાવાયો નિશાન
Robbery in Disa: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં બંદૂકની બતાવીને આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ રૂપિયાની લૂંટની થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કર્મચારી સ્કૂટર પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો. આ દરમિયાન બે શખસો તેને રોકી બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: વડોદરામાં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, ફાયર બ્રિગેડે લાકડીઓ પછાડી મગર ભગાડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા નજીક સ્કૂટર પર જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને બે શખસોએ બંદૂક બતાવીને 80 લાખ રૂપિયાથી વધુ લૂંટ ચલાવી હતી. બંદુક બતાવી રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતી. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસ અને એલસીબીની વિવિધ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.