Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા પસંદગી પામેલા 80 જેટલા જુનિયર ક્લાર્કને હજુ નિમણૂક પત્રથી વંચીત, ઉમેદવારોમાં રોષ

Updated: Mar 17th, 2025


Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા પસંદગી પામેલા 80 જેટલા જુનિયર ક્લાર્કને હજુ નિમણૂક પત્રથી વંચીત, ઉમેદવારોમાં રોષ 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા 80 જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી. આવા બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવીને માગણી સાથે દેખાવો કરી રજૂઆત કરી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023 ઓક્ટોબર માસમાં પરીક્ષા લીધી હતી અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવી હતી. જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, અને 80 જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી, એ પછી અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ઉમેદવારોએ કહ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી પાસે રજૂઆત કર્યા બાદ હજુ સુધી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, ફરી પાછું અમારે સરકારમાં રજૂઆત કરવા જવું પડશે, અને જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવીશું તેવી ચીમકી આપી હતી.

Tags :
VadodaraVadodara-CorporationJunior-Clerk-of-VMC

Google News
Google News