ગોંડલમાં શાકમાર્કેટની પાછળ વરલી-મટકાનો જુગાર રમતા ૮ શખ્સો પકડાયા
રૃા. ૩૫૪૮૦ રોકડા સહિત રૃા. ૧.૧૦ લાખનો મુદામાલ કબજે
વરલી-મટકાનો જૂગાર રમવા રાજકોટ-જસદણ સહિત અન્ય ગામનાં શખ્સો ગોંડલ પહોંચ્યા હતાઃ એસએમસીએ દરોડો પાડયો
ગોંડલ : ગોંડલ શાકમાર્કેટની પાછળ જનસેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ શૌચાલય પાસે ગેરકાનુની પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠયા બાદ પોલીસ વિભાગના એસએમસી શાખાએ દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓને રોકડા રૃપિયા મોબાઈલ, વાહન મળી કુલ રૃા. ૧૧૦૪૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.
એસએમસીના પીએસઆઈ કે.એચ. જનકાત સહિતના પોલીસ કર્મચારીઓએ શાકમાર્કેટમાં દરોડો પાડી
વરલીનો ધંધો ચલાવનાર જાકિર સાજીદ અબુભાઈ લખાણી (રહે. ભગવતપરા), હનીફ ઉર્ફે ભૂરો
હુસેનભાઈ દલ (રહે. રઘુવીર સોસાયટી),
રફીક ઉમરભાઈ સમા (રહે. ભગવતપરા),
મહેબુબ ઉર્ફે અહેમદ સલીમભાઈ કુરેશી (રહે. સિપાઈ જમાત ખાના), સલીમ જીદભાઈ
આમદાણી (રહે. જસદણ), મોહન
હરિભાઈ ઠુંમર (રહે. રાજકોટ),
દલ રમેશભાઈ ભીલ (રહે. અનિડા ભાલોડી) તેમજ સવો મુસિંગ ભુરીયા (રહે.
પાંચિયાવદર)ને રોકડા રૃા. ૩૫૪૮૦,
છ નગં મોબાઈલ કિં. રૃા. ૪૫૦૦૦,
એક વાહન કિંમત રૃા. ૩૦૦૦૦ મળી કુલ રૃા. ૧૧૦૪૮૦ના મુદામાલ સાથે ઝડપી લીઈ
કાર્યવાહી હાથ ધરી હતી.