Get The App

સુરતમાં સ્પા-જીમમાં આગની દુર્ઘટનાના લાંબા સમય બાદ પાલિકાએ સર્વેની કામગીરી શરૂ કરી, 8 હોટલ અને 2 જીમમાં લાગ્યા સીલ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
સુરતમાં સ્પા-જીમમાં આગની દુર્ઘટનાના લાંબા સમય બાદ પાલિકાએ સર્વેની કામગીરી શરૂ કરી, 8 હોટલ અને 2 જીમમાં લાગ્યા સીલ 1 - image


Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોનમાં સીટી લાઈટ વિસ્તારમાં સ્પા અને જીમમાં આગની દુર્ઘટનાનો લાંબા સમય બાદ પાલિકા તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી સ્ટાફના અભાવે કામગીરી હાથ ધરી ન હતી. પરંતુ આજે પાલિકાના ફાયર વિભાગે અઠવા અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. આજે સર્વેની કામગીરી દરમિયાન અપૂરતી ફાયર સુવિધા ધરાવતી 8 હોટલ અને બે જીમ સીલ કરવામાં આવ્યા છે. 

સીટી લાઈટ શિવ પૂજા કોમ્પ્લેક્ષમાં આવેલા જીમ અને સ્પામાં આગ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા. ફાયર વિભાગ અને અઠવા ઝોન સહિત સેન્ટ્રલ ટીડીઓ અને આકારણી વિભાગ દ્વારા દોષનો ટોપલો એક બીજા પર નાખવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસ ફાયર વિભાગ અને અઠવા ઝોનમાં તપાસ ચાલી રહી છે તે દરમિયાન પાલિકાના ફાયર વિભાગે શહેરમાં ચાલતા જીમ અને હોટલમાં ફાયર સુવિધાની ચાકણસી શરૂ કરી દીધી છે. પાલિકાના અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે ગામમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરનાં ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. ઉધના ઝોનમાં એક, કતારગામ ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 14 અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારીને વહેલી તકે ફાયર સેફટીની સુવિધા-એનઓસી મેળવી લેવા માટે તાકિદ કરવામાં આવી છે.


Google NewsGoogle News