Get The App

લાલપુર નજીક મોટી વેરાવળ ગામમાં જુગાર અંગે દરોડો 8 પત્તાપ્રેમી પકડાયા

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
લાલપુર નજીક મોટી વેરાવળ ગામમાં જુગાર અંગે દરોડો 8 પત્તાપ્રેમી પકડાયા 1 - image


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં રામ મંદિર પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન 8 પતાપ્રેમીઓ મળી આવ્યા હતા.

આથી લાલપુર પોલીસે ઉપરોક્ત સ્થળેથી મનીષ કરસનભાઈ ચાંદ્રા, સંજય નરોત્તમભાઈ રાયઠઠ્ઠા, વનરાજસિંહ ભરતસિંહ જાડેજા, ધનસુખ જીવાભાઇ ચાંદ્રા, સુરેશ હરિલાલ ખાખરીયા, અને પ્રફુલ મગનભાઈ જાખરીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 16,470ની માલમતા કબજે કરી છે.

Tags :