સુરત જિલ્લામાંં મૂશળાધાર વરસાદ: સુરત સિટીમાં 5 ઇંચથી પાણીની રેલમછેલ, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
સુરત શહેર-જિલ્લામાં સાંબેલાધાર વરસાદ
- અનેક
ગામોમાં કોઝવે ઓવરટોપીંગ થતા 48
ગામોનો સંપર્ક કરાયો : બલેશ્વર ખાડી છલકાતા ને.હા-48 પર પાણી ફરી વળ્યા
Hevy Rain in Surat: સુરત જિલ્લામાં શરૂ થયેલ મેઘરાજાની ધમાકેદાર ઇનિગ્સમાં ગત 24 કલાકમાં મૂશળધાર વરસાદ ચાલુ રહેતા પલસાણામાં 8.5 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સહિત તમામ તાલુકામાં સાંબલેધાર વરસાદી પાણી પડતા પાણીની રેલમછેલ થઇ હતી. ભારે વરસાદના કારણે કોઝવે ઓવરટોપીંગ થવાના કારણે તથા રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ગામો સંર્પક વિહોણા બન્યા હતા.
ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થયેલી આગાહી વચ્ચે રવિવાર મોડી સાંજે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. રવિવારે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં પલસાણા તાલુકામાં 8.5 ઇંચ, બારડોલી 6 ઇંચ, કામરેજ 5 ઇંચ, માંડવી, ઉમરપાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
માણાવદર પંથકમાં 14-15 ઇંચ વરસાદ ખાબકતાં જળપ્રલય જેવી સ્થિતિ: 1100 લોકોને સ્થળાંતર કરાયા
જેમાં પલસાણા તાલુકામાં તો આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ એકધારો બપોરે ચાર વાગ્યા સુધી મનમુકીને વરસતા આ આઠ કલાકમાં જ છ સાડા છ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. બારડોલી અને પલસાણામાં ભારે વરસાદના કારણે આ પાણી સુરતની ખાડીમાં આવતુ હોવાથી પાલિકાનું તંત્ર પણ એલર્ટ થઇ ગયુ હતુ. બલેશ્વર ખાડી છલકાતા નેશનલ હાઇવે નંબર-48 ઉપર પાણી ભરાયા હતા. જેને કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 1000 મિ.મિ અને સરેરાશ ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદમાં પલસાણા, બારડોલીના અનેક ગામોના ફરતે પાણી ભરાયા હતા. આજના વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ 33.56 ઇંચ અને સિઝનનો કુલ 57 ટકા વરસાદ નોંધાયો છે.
ચાર તાલુકાના 48 ગામોના રસ્તા કટઓફ
સુરત જિલ્લાના પલસાણા, બારડોલી, માંડવી, કામરેજ તાલુકામાં આજે દિવસના ધોધમાર વરસાદના કારણે ચાર તાલુકાના 48 ગામોની ફરતે તેમજ કોઝવે ઓવરફલો થવાના કારણે તેમજ ઓવર ટોપીંગ, એપ્રોચ રોડનું ધોવાણ તથા અન્ડર પાસમાં પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયુ હતુ. તંત્ર દ્વારા આ ગામોના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ ચાલુ જ રહેતા તંત્ર દોડતુ થયુ હતુ. વરસાદ બંધ થયા બાદ આ રસ્તાઓ શરૂ થશે. આથી હાલ 48 ગામોની ફરતેના અનેક રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવનનો વ્યવહાર અટકી પડયો હતો. આ ચાર તાલુકામાં બારડોલીના 21, માંડવીના 20, પલસાણાના છ અને કામરેજ તાલુકાના એક મળીને 48 ગામોના રસ્તાઓ કટ ઓફ થયા હતા.
આ રસ્તાઓ બંધ થયા
માંડવી- મોરીઠા કાલિબેલ રેંગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ, વરજાખણ ડુંગરી રોડ, દેવગઢ, લુહારવા રોડ, દેવગઢ કોલખડી રોડ, દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, ગોડધા લાડકુવા રોડ, ગોડસંબા કરવલ્લી ટીટોઇ સાલૈયા વલારગઢ રોડ, અરેઠ અંત્રોલી રોડ, બૌધન વડોદ નૌગામા રોડ, કાકડવા વાઘનેરા મોરીઠા રોડ, તૂકેદ મધરકૂઇ અંત્રોલી રોડ, ફૂલવાડી થી માલ્ધા રોડ
પલસાણા- બગુમરા-બલેશ્વર રોડ, બગુમરા-તુંડી રોડ, પલસાણા-બલેશ્વર રોડ, મલેકપુર સીસોદરા રોડ, તુંડી દસ્તાન રોડ
બારડોલી- વડોલી બાબલા રોડ, ખરવાસા મોવાછી જોઇનીંગ રોડ,ખોજ પારડી વાઘેચા જોઇનીંગ રોડ, સુરાલી કોટમુંડાથી બેલ્ધા રોડ, સુરાલી ધારીયા ઓવારા રોડ, વડોલી અંચેલી રોડ, સુરાલી સાવિન થી ધારિયા કોઝવે રોડ, ખોજ પારડી થી વાઘેચા રોડ, ટીમ્બરવા કરચકા રોડ, રામપુરા એપ્રોચ રોડ, વાંકાનેર પારડી વાલોડ રોડ, બાલધા જુનવાણી રોડ, જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ , નસુરા મસાડ નવી વસાહત. નસુરા મસાડ વગા રોડ, બામણી સમથાણ રોડ, અકોટી આશ્રમશાળા રોડ, વરાડ એપ્રોચ રોડ, ઉવા કરચકા રોડ, રાયમ ગામ રોડ, કામરેજ- પરબ જોળવા રોડ