Get The App

CM ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો, મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
CM Bhupendra Patel


78th Independence Day 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નડીયાદમાં ત્રિરંગો લહેરાવી કરી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે.

આ પણ વાંચો: 78th Independence Day 2024 : ત્રિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ કેવી રીતે બન્યો, જાણો ઈતિહાસ


ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો

આજે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 'વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.' ઉલ્લેખનીય છે કે પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો : દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 11મી વખત વડાપ્રધાન મોદીએ ત્રિરંગો ફરકાવ્યો


મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં આગળ બોલતા ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે તેવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા.' તેમજ કહ્યું હતું કે 'સરદાર પટેલે કુનેહપૂર્વક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે.'

CM ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો, મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા 2 - image


Google NewsGoogle News