Get The App

એક મહિનામાં ફુડ સેફ્ટી તંત્ર દ્વારા ૭૬ નમૂના લેવાયા, આઠ ફેઇલ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
એક મહિનામાં ફુડ સેફ્ટી તંત્ર દ્વારા ૭૬ નમૂના લેવાયા, આઠ ફેઇલ 1 - image


વધુમાં વધુ નમૂના લઇને પરિક્ષણ માટે મોકલવા માટે સૂચના

પુરવઠા તંત્ર દ્વારા ૧૧૧ વાજબી ભાવની દુકાનોત્રણ ગોડાઉન તથા બે પેટ્રોલપંપની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન ૧૧૧ વાજબી ભાવની દુકાનો, ત્રણ ગોડાઉન તથા બે પેટ્રોલપંપની તપાસ કરવામાં આવી હતી અને જરૃરી સુચનો પણ કરવામાં આવ્યા હતા. તો ડિસેમ્બર માસ દરમિયાન ફુડ સેફિટ ઓફિસરો દ્વારા કુલ ૭૬ નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી આઠ નમૂના ફેઇલ જણાઇ આવ્યા હતા જેમના વિરૃધ્ધ કાર્યવાહી કરાઇ રહી છે.

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક તાજેતરમાં યોજાઇ હતી.જેમાં જિલ્લામાં ડીસેમ્બરમાં ૯૫.૫૮ ટકા આધાર બેઝડ ઇ-ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યુ હોવાનું પણ જણાવાયું હતુ.ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટેની કુલ ૪૧૧ નવી અરજીઓ પૈકી ૩૧૭ અરજીઓનો નિકાલ ડીસેમ્બર માસ દરમ્યાન કરવામાં આવ્યો છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી અંતર્ગત ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડીસેમ્બર માસમાં કુલ ૭૬ નમુના લેવામાં આવ્યા હતા, જે પૈકી બેકલોગ સાથે પાસ થયેલા નમૂના ૬૮ અને નાપાસ થયેલ નમૂના આઠ જણાવવામાં આવ્યા છે. ઉપરાંત,છેલ્લા એક મહિનામાં કુલ ૧૧૧ વાજબી ભાવની દુકાનો, ૩ ગોડાઉન તથા ૨ પેટ્રોલપંપની તપાસ કરવામાં આવી હતી

બેઠકમાં નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાાન અને તોલમાપની કચેરીની કામગીરી અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.આ બેઠકમાં તમામ તાલુકાના પુરવઠા મામલતદારો અને પુરવઠા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.જેમને જરૃરી સુચના પણ આપવામાં આવી હતી.


Google NewsGoogle News