Get The App

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું, કિનારાના ગામો એલર્ટ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું, કિનારાના ગામો એલર્ટ 1 - image


Sardar Sarovar Dam : સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે સવારે 6 કલાકે ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી.

 તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. 

નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ, આ જિલ્લામાં એલર્ટ


Google NewsGoogle News