Get The App

ખંભાળિયામાં પોલીસ સ્ટેશન નજીક વેપારીને આંતરીને 73,000ની લૂંટ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ખંભાળિયામાં પોલીસ સ્ટેશન નજીક વેપારીને આંતરીને 73,000ની લૂંટ 1 - image


દૂકાન બંધ કરીને ઘરે જતી વખતે 2 લૂંટારૂ ત્રાટક્યા : વેપારીને ચાલુ બાઈક પરથી ધક્કો મારીને પછાડી દઈ રોકડ સાથેની થેલી આંચકી જનાર બન્ને શખ્સોની સીસીટીવી ફૂટેજનાં આધારે શોધખોળ

જામ ખંભાળિયા, : ખંભાળિયામાં રહેતા જાણીતા વેપારી ગઈકાલે ગુરૂવારે પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યાં હતા, ત્યારે માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરીને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રૂા. 73,00 ની રોકડ રકમ સાથેની થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશન નજીક જ બનેલા આ  બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.

વિગત પ્રમાણે ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને અહીંના જોધપુર ગેઈટ પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોકાણી નામના 64 વર્ષના વેપારી ગઈકાલે ગુરૂવારે રાત્રિના આશરે 9.30 વાગ્યાના સમયે તેમની દુકાનેથી એકટીવા મોટરસાયકલ પર બેસી ઘરે જઈ રહ્યા હતાં.

તેઓ પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ.એન.ડી.ટી. શાળાની પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે એકાએક 20થી 22 વર્ષના બે શક્સો આવ્યા હતાં. અને ધક્કો મારીને મોટરસાયકલ પરથી પછાડી દીધા હતાં. અહીં અશોકભાઈ કંઈ સજે તે પહેલા તેમની પાસે રહેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા.ં આમ, બે અજાણ્યા શખ્સોએ તેમને પછાડીને ઈજાઓ કરી, રૂપિયા ૭૩,૬૬૦ની રોકડ રકમ તેમજ દુકાનના રોજમેળ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા બે લૂંટારૂઓનું પગેરૂં મેળવવા નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવા તેમજ નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન નજીક જાણીતા વેપારીની થેલી લૂંટનાર આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.


Google NewsGoogle News