દસાડાના અમનગર પાસે કારમાંથી દારૂ-બિયરની 710 બોટલ મળી
સચાણા કલ્યાણપુરા રોડ ઉપર
ટાયર ફાટતા બુટલેગરો કાર મૂકી નાસી છુટયા દારૂ- કાર સહિત ૫.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત
વિરમગામ: સચાણા કલ્યાણપુરા રોડ ઉપર અમનગર ગામના પાટિયા પાસે કારમાંથી વિદેશી દારૂ બિયરની ૭૧૦ બોટલનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે કાર ચાલક કાર મૂકીને નાસી છૂટયો હતો. પોલીસે દારૂ કાર સહિત રૂ.૫,૬૫,૮૮૪નો મુદ્દામલ કબજે કરી નાસી છૂટેલા શખ્સને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
સચાણા કલ્યાણપુરા રોડ પર વૃદ્ધાશ્રમ પાસે વિરમગામ ગ્રામ્ય પોલીસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે કડી કલ્યાણપુરા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી બે કાર કલ્યાણપુરા ગામ તરફ જતી રહી હતી.
પોલીસે કારનો પીછો કરતા દસાડા તાલુકાના અમનગર ગામના પાટિયા પાસે એક કારનું ટાયર ફાટી જતાં આરોપીઓ કારને રોડ વચ્ચે મુકી નાસી છુટયા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી રૂ.૧૬,૫૮૪ની કિંમતની દારૂ-બિયરની ૭૧૦ બોટલ મળી હતી. પોલીસે કાર (કિં.રૂ.ચાર લાખ), દારૂ-બિયર મળી કુલ ૫,૬૫,૮૮૮નો મુદ્દામાલ જપ્ત કરી કારના ચાલક અને તેની સાથે પાયલોટિંગ કરતી કારના ચાલક સહિત અજય ગાભાજી ઠાકોર (રહે.વરખડિયા ગામ, તા. કડી) વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.