Get The App

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70933 મતદારો મતદાન કરશે

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70933 મતદારો મતદાન કરશે 1 - image


Vadodara : વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મધ્યસત્ર, પેટાચૂંટણી માટે તા.16ને રવિવારે મતદાન થશે. જેમાં મુખ્યત્વે કરજણ નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો સહિત વિવિધ પંચાયતોની કુલ મળી 35 બેઠકો ઉપર નોંધાયેલા 70933 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રીયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી છે. આજે ચૂંટણીકર્મીઓ ઇવીએમ સહિતની સાધન સામગ્રી લઇ સંબંધિત મતદાન મથકે પહોંચી ગયા છે. 

કરજણ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 13489 પુરુષ, 13679 મહિલા મળી કુલ 27177 મતદારો નોંધાયા છે. પીઠાસીન અધિકારી સહિતના કુલ 178 ચૂંટણીકર્મીઓ કાલે ફરજ બજાવશે. આ તમામને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે. 

આ ઉપરાંત સાવલી, પાદરામાં એક-એક, વડોદરા તાલુકામાં ત્રણ, વડુ અને સાધલીની બેઠક ઉપર મતદાન થશે. આમ, કુલ 35 બેઠકોના 70 મતદાન મથકો ઉપર મતદાન થશે. આ માટે ૪૬૬ જેટલા ચૂંટણીકર્મીઓને ફરજ સોંપવામાં આવી છે.


Google NewsGoogle News