શામળાજી, અંબાજી, મહેસાણાના રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત: ગડકરીની મોટી જાહેરાત
Idar-Badoli For Lane: સાબરકાંઠા જિલ્લામાં NH-168G પર ઇડર-બડોલી બાયપાસ (14.2 કિમી) ની પાકા શોલ્ડર સાથે 4-લેન રોડના નિર્માણ માટે ₹705.09 કરોડની મંજૂરી મળી છે. આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ-સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે 4-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇડર-બડોલી 4-લેનને મંજૂરી મળી ત્યારે ખેડૂતોની જમીન બે ટુકડા થતા હોય તો કેટલાક ખેડૂતો પાસે જમીન બચતી ન હોવાથી વિરોધ થયો હતો. આ પ્રોજેક્ટ-બાયપાસ અને અંબાજી જતાં યાત્રાળુઓ, ઇડર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
NH-168G, NH-68 થી મહેસાણા નજીક નીકળે છે, વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી અને ભિલોડામાંથી પસાર થાય છે, રાજસ્થાન સરહદની નજીક શામળાજી નજીક NH-48 પર સમાપ્ત થાય છે.
આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ-સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે 4-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે,જે સુધારેલ સલામતી અને સરળ ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરશે જેથી પરિવહનમાં ચોક્કસપણે સુગમતા વધશે.
આ ઉપરાંત જેસલમેર અને બાડમેર જિલ્લામાં નેશનલ હાઇવે-70 અને નેશનલ હાઇવે-11 (કુલ લંબાઇ 134.86 કિલોમીટર)ના હાલ કનેક્શનને મજબૂત અને પહોળો કરવાની સાથે-સાથે નેશનલ હાઇવે 11ના મ્યાઝલાર-જેસલમેર અને મુનાબાવ-તનોટના સુંદરા-મ્યાઝલાર-અંબાસિંહની ઢાળી રોડને 2-લેન પાકો અને મજબૂત રોડ બનાવવા માટે 1237.71 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.