ગણેશ વિસર્જન અને ઈદ સાથે આવતા અર્ધલશ્કરી દળો સહિત 7000 જવાનો ખડકાશે

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ગણેશ વિસર્જન અને ઈદ સાથે આવતા અર્ધલશ્કરી દળો સહિત 7000 જવાનો ખડકાશે 1 - image


વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર 

વડોદરામાં આગામી તા 28 મુખ ગણેશ વિસર્જન અને ઈદ નો તહેવાર એક સાથે આવતા હોવાથી પોલીસે સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવા ખાસ સ્કીમ તૈયાર કરી છે. જે મુજબ અર્ધ લશ્કરી દળો સહિત 7000 થી વધુ જવાનો બંદોબસ્ત જાળવશે.

62 રૂટ પર શ્રીજી સવારી અને 45 તાજીયાના જુલુસ નીકળશે

પોલીસ કમિશનરે કહ્યું છે કે, તા 28મી ગણેશ વિસર્જન અને ઈદ એક સાથે આવતા હોવાથી મુસ્લિમ આગેવાનો સાથે મીટીંગ કરતાં તેઓ વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવતા 45જેટલા તાજીયા ના જુલુસ તા.29મીએ કાઢવા તૈયાર થયા છે.તો બીજી તરફ 67જેટલા રુટ પર 1800થી વધુ ગણેશ વિસર્જનની સવારીઓ નીકળનાર હોવાથી પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની તૈયારી કરવામાં આવી છે.

SRP,CRP અને RAFની 8 કંપનીઓ સહિત 7000 જવાનો તૈનાત

ગણપતિ અને ઈદના બંદોબસ્તની સાથે સાથે તા 27 મીએ વડાપ્રધાન નો કાર્યક્રમ પણ આવતો હોવાથી ત્રણ દિવસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. આ માટે એસઆરપીની 6 કંપની, રેપીડ એક્શન ફોર્સની એક અને સીઆરપી ની એક કંપની ફરજ બજાવશે. તેઓની સાથે 10 ડીસીપી, 20થી વધુ એસીપી, 50પીઆઈ ઉપરાંત 2700 પોલીસ,2900 હોમગાડૅ,શી ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જેવી ટીમો પણ રહેશે.

ગણેશ વિસર્જન અને ઈદ સાથે આવતા અર્ધલશ્કરી દળો સહિત 7000 જવાનો ખડકાશે 2 - image

સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ મોકલનારા પર સાયબર સેલની નજર

પોલીસ કમિશનરે કહ્યું છે કે, તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા ઉપર સાયબર સેલની વિશેષ નજર રહેશે. ભડકાઉ મેસેજ મોકલનાર કે તેને સાચી કે ખોટી રીતે ફોરવર્ડ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આવા મેસેજ ધ્યાનમાં આવે એટલે તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

કોઈપણ અડચણ હોય તો સૌથી પહેલા પોલીસને જાણ કરો

તેમણે કહ્યું છે કે, સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવવામાં આવતા હોવાથી ઇમરજન્સીમાં આ પતરા દૂર કરવા હોય અથવા તો રૂટને લગતી કોઈપણ અડચણ હોય તો પોતે ચર્ચા કર્યા સિવાય અથવા પોતે નિર્ણય લીધા વગર સીધી પોલીસને જાણ કરવાની રહેશે. પોલીસ તમામ મંડળો અને બંને આગેવાનોના સંપર્કમાં છે અને તે સારી રીતે સમાધાન કરી રસ્તો કાઢી આપશે.

24 ધાબા ઉપર વિશેષ લાઈટ, 607 જવાનો બોડીવોનૅ કેમેરાથી સજ્જ

સંવેદનશીલ વિસ્તારમાં કોઈ પણ છમકલું ના થાય તે માટે ડ્રોન કેમેરા થી તમામ ધાબા ઉપર સર્વેન્સ કરવામાં આવી રહ્યું છે. 24 ધાબાઓ ઉપર 12 મીટર ઊંચી અને 50 મીટર વિસ્તારમાં અજવાળું ફેલાવતી લાઈટો લગાવવામાં આવી છે. 607 જવાનો બોડીવોર્ન


Google NewsGoogle News