જોડિયા નજીક માવનું ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલાનું કારની ઠોકરે અંતરિયાળ મૃત્યુ
જામનગર જિલ્લાના જોડીયામાં હિટ એન્ડ રનના બનાવવામાં કારની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલા ચગદાયા છે, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના નવા માવનું ગામમાં રહેતા મનોજભાઈ કાંતિલાલભાઈ રાઠોડ ના વૃદ્ધ માતા લક્ષ્મીબેન (ઉંમર વર્ષ 70) કે જેઓ માવનું ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા,જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.12 ઇ.ઇ. 0434 નંબરની ફોર્ડ ફિગો કાર ના ચાલકે હડફેટમાં લઈ ચગદી નાખતાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી, અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માત સર્જીને કાર ચાલક ભાગી છૂટ્યો હોવાથી જોડિયા પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.