Get The App

ધ્રોળ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો , રૂ.8.50 લાખની માલમતા સાથે તસ્કર ગેંગના 7 સભ્યો ઝડપાયા

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ધ્રોળ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો  , રૂ.8.50 લાખની માલમતા સાથે તસ્કર ગેંગના 7 સભ્યો ઝડપાયા 1 - image


Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી, જે ચોરીનો ભેદ ધ્રોળ પોલીસે ઉકેલી નાખ્યો છે, અને ચોરાઉ વાયર-કાર-મીની ટ્રક-મોબાઈલ ફોન સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે તસ્કર ગેંગના સાત સભ્યોની અટકાયત કરી લીધી છે.

 ધ્રોલ નજીક હરીપર ગામ પાસે એક સોલારનો પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાંથી આજથી બે દિવસ પહેલા રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના અનુસંધાને ધ્રોળની પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને જુદા-જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા, અને આખરે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી છે. ઊંડાણપૂર્વકની તપાસના આધારે તસ્કર ગેંગને ઝડપી લીધી હતી અને કુલ 7 શખ્સો પોલીસના હાથમાં આવ્યા હતા. તેઓ પાસેથી ચોરાઉ વાયરનો જથ્થો, કે જે સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તે વાયર ઉપરાંત એક કાર, એક ટાટા 407 મીની ટ્રક ઉપરાંત ચાર નંગ મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા કબજે કરવી લીધી છે. 

જયારે તસ્કર ગેંગના સાત સભ્યો ધ્રોળ નજીક માવપરગામના પાટીયા પાસેથી આરોપીઓ ભચાઉ કચ્છના વતની મામદભાઈ સીદીકભાઈ ભાયા, અંજારના વતની બીલાલ ઉર્ફે મોસીન જુસબ હીંગોરજા સંધી (ઉ.વ.21), અઝરૂદીન ગુલમામદ હીંગોરજા, નાની ચિરાઈ ગામના ઇમરાન ભચુભાઈ નાગડા, ભચાઉ કચ્છના હાજી ભચુભાઇ નાગડા, અંજાર કચ્છના રફીકશા અલીશા શેખ, મોહસીનઅલી મહમદયુસુફ ગરાસીયા કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દ્વારા અન્ય કેટલાક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.


Google NewsGoogle News