Get The App

દસાડામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 7 ઝડપાયા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
દસાડામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 7 ઝડપાયા 1 - image


- એક જુગારી પોલીસને થાપ આપી નાસી છુટયો

- સ્થળ પરથી રોકડ, મોબાઇલ સહિત રૂા. 25,400 નો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના દસાડા ગામે પાટડીયાવાસમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને દસાડા પોલીસે ઝડપી લીધા હતાં. જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહીત કુલ રૂા.૨૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

દસાડા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દસાડામાં પાટડીયા વાસમાં અમુક શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહ્યાં છે જે બાતમીના આધારે દસાડા પોલીસે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. અને જાહેરમાં જુગાર રમી રહેલા પ્રહલાદભાઇ ગણેશભાઇ પાટડીયા, જયેશભાઇ કાળુભાઇ સોલંકી, વિશાલભાઇ મુકેશભાઇ ચાવડા, સદ્દામભાઇ અયુબભાઇ પરમાર, રાજુભાઇ મણીલાલ કાજાણી, મુસ્તાકભાઇ મહંમદભાઇ રાઠોડ અને અખ્તરભાઇ ગનીભાઇ પરમારને ઝડપી લીધા હતાં. જ્યારે દરોડા દરમિયાન જાવેદભાઇ કાળુભાઇ વેપારી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૮,૪૦૦ તેમજ પાંચ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૭ હજાર સહીત કુલ રૂા.૨૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા શખ્સને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.



Google NewsGoogle News