સાઉથ આફ્રિકામાં નોકરી અપાવવાનું કહી બે મિત્રો પાસેથી ઠગોએ 7.83 લાખ પડાવ્યા

Updated: May 21st, 2024


Google NewsGoogle News

સાઉથ આફ્રિકામાં નોકરી અપાવવાનું કહી બે મિત્રો પાસેથી ઠગોએ 7.83 લાખ પડાવ્યા 1 - image
વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવક અને તેના મિત્રને સાઉથ આફ્રિકામાં નોકરી અપાવવાની લાલચ આપી બે ભેજાબાજોએ તેમની પાસેથી 7.83 લાખ પડાવી લીધા હતા. કોઈ બીજાની ફાઈલ તૈયાર નહીં કરી તેમજ માંગણી કરવા છતાં રૂપિયા પરત નહીં આપતા બંને ઠગો સામે છેતરપિંડીની ફરિયાદ યુવકે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના છાણી જકાતનાકા ટીપી 13 વિસ્તારમાં આવેલી કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા હર્ષ ડાહ્યાભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આજથી દશેક વર્ષ અગાઉ મયુર નરેશ જોષી તથા નરેશ ભીખુ જોષી બન્ને (રહે. પંચરત્ન એપાર્ટમેન્ટ, પરીવાર ચાર રસ્તા, વડોદરા) સાથે મારે મિત્રતા થઈ હતી. અમારા વચ્ચે સારા સંબંધ હોવાથી કુંટુંબમાં અવાર જવર રહેતી હતી.
બન્ને પાસપોર્ટ વીઝાની તથા સાઉથ આફ્રીકમાં નોકરી માટેની ફાઇલ તૈયાર કરી મોકલવાની કામગીરી કરતા હોય હું તથા મારો મિત્ર કુલદીપ જયપ્રકાશ ચૌહાણ જુલાઈ-૨૦૨૩માં બન્ને મિત્રોના ઘરે ગયા હતા અને તેઓને જણાવ્યું હતું કે, અમારે સાઉથ આફ્રીકા ખાતે નોકરી અર્થે જાઉ છે ત્યારે તેઓએ સાઉથ ઓફીકા મુકામે મારો મોટોભાઈ ભાર્ગવ નોકરી કરે છે અને હું છેલ્લા પાંચ વર્ષ અગાઉ સાઉથ આફ્રીકા ખાતે નોકરી કરીને આવ્યો છું અને ફરીથી સાઉથ આફ્રીકા ખાતે નોકરી કરવા જવા માટેની ફાઇલ મુકનાર છું. જેથી તમે બન્ને પણ મારી સાથે સાઉથ આફ્રીકા ચાલો તમને નોકરી હું અપાવીશ તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

જુલાઈ મહિનામાં હું તથા કુલદીપ જયપ્રકાશ ચૌહાણ મયુર તથા નરેશ જોષીને સાઉથ આફ્રીકા જવાનું કહેતા મથુર જોષીએ સાઉથ આફ્રીકા જવાનો ખર્ચ રૂ.7.50 લાખ થશે. જેથી અમે મયુર જોષી તથા નરેશ ભીખુ જોષીને 7.83 લાખ ચૂકવ્યા હતા. પરંતુ તેઓએ આજદીન સુધીમાં અમને સાઉથ આફ્રીકા નોકરી આપવા માટે પાકો વિશ્વાસ આપ્યો હોવા છતાં નોકરી માટે કોઈ વર્ક ઓર્ડર નહી આપી તેમજ વિઝા, ટીકીટ નહી કરી આપી ન હતી. ઉપરાંત અમારા ચૂકવેલા રૂપિયા પણ પરત નહીં આપી છેતરપિંડી હાજરી છે.

Google NewsGoogle News