વડોદરામાં મગરની મસ્તી : લાલબાગ બ્રિજ નીચે 7.5 ફૂટના મગરે દોડધામ મચાવી, અડધો કલાકે રેસ્ક્યુ
Crocodile in Vadodara : વડોદરામાં અવારનવાર મગરો રહેણાંક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આવી જતા હોવાથી ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે. ગઈકાલે જ મગરે એક મહિલાનો શિકાર કર્યો હોવાનો બનાવ બન્યો હતો.
આજે સવારે રાહદારીઓ તેમજ વાહનચાલકોની અવરજવર દરમિયાન એક મહાકાય મગર લાલબાગ બ્રિજની નીચે આવી જતન લોકોના ટોળા જમ્યા હતા. બનાવને પગલે વાહનો ચાલકો પણ રોકાઈ જતા થોડીવાર માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
સાડા સાત ફૂટનો મગર દોડાદોડી કરતો હતો. જેથી તેનું રેસ્ક્યુ કરવા માટે પ્રાણી કૃરતા નિવારણ સંસ્થાને જાણ કરતા કાર્યકરોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.