જાફરાબાદમાં સિમેન્ટ કંપનીની કોલોનીમાં ૭.૨૫ લાખની ચોરી
ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા હોવા છતાં તસ્કર ઘુસ્યા
બે ઊચ્ચ અધિકારીનાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો વિદેશી ચલણ અને દાગીના ઉસેડી જતાં ચકચાર
અમરેલી : અમરેલી જિલ્લામાં તસ્કરો માટે ખુલુ પડ હોય એમ અવાર-નવાર તસ્કરો ચોરી કરી પલાયન થવાની અનેક ઘટનાઓ વચ્ચે આજે જાફરાબાદમાં સિમેન્ટ કંપનીની કોલોનીમાં રૃા.૭.૨૫ લાખની ચોરી કરી ગયા હતા.
જાફરાબાદમાં આવેલી નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં આજે
વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ
કંપનીના એચ.આર.હેડ વિકાસ વર્મા અને પરચેસ હેડ લલીત ગુપ્તાના બંધ મકાનોને નિશાન
બનાવી સોના-ચાંદીના દાગીના,
રૃા. ૬૭૨૦૦૦ રોકડ ૫૦૦૦ વિદેશી ચલણી નોટો સહિત કુલ રૃા. ૭,૨૫,૭૧૮ની મત્તા ચોરી
કરી લીધી છે. કોલોનીમાં સામાન્ય લોકોને પ્રવેશ મળતો ન હોય અને સુરક્ષા વ્યવસ્થા
હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘુસ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ
કોલોનીમાં ભારે દોડધામ મચી ગઈ છે.