Get The App

68 લાખનો વેરો બાકી હોઈ માધવાણી કોલેજના પ્રિન્સીપાલની ઓફિસ સીલ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
68 લાખનો વેરો બાકી હોઈ માધવાણી કોલેજના પ્રિન્સીપાલની ઓફિસ સીલ 1 - image


પોરબંદર પાલિકા દ્વારા કડક કાર્યવાહી : વિદ્યાર્થીઓનું હિત ધ્યાને લઈને સમગ્ર કોલેજને સીલ મારવાના બદલે તંત્રએ માત્ર પ્રિન્સિપાલની ચેમ્બરને સીલ માર્યું 

પોરબંદર, : પોરબંદર નગરપાલિકાએ સમયસર વેરો ભરવામાં અખાડા કરનાર આસામીઓથી માંડીને સંસ્થાઓ સામે પણ હવે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ત્યારે કે. એચ. માધવાણી કોલેજ દ્વારા ૬૮ લાખ રૂપિયાનો વેરો ભરવામાં આવ્યો નહીં હોવાથી પ્રિન્સિપાલની ચેમ્બર સીલ કરી દેવામાં આવી છે જયારે અન્ય ચાર કોર્મશીયલ મિલ્કતોને પણ નગરપાલિકાએ સીલ કરી છે. 

પોરબંદરમાં નવયુગ એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત વર્ષો જૂની કે.એચ. માધવાણી કોલેજનો 68 લાખ રૂપિયાનો વેરો ભરવાનો બાકી હતો. તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ વારંવાર નોટીસ આપવા છતાં વેરો ભરપાઈ કરવામાં ગંભીરતા દાખવવામાં આવી ન હતી તેથી અંતે નગરપાલિકાએ આ મિલ્કતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વિદ્યાર્થીઓનું હિત ધ્યાને લઈને સમગ્ર કોલેજને સીલ મારવાના બદલે પોરબંદર નગરપાલિકાના તંત્રએ માત્ર પ્રિન્સિપાલની ચેમ્બરને સીલ માર્યું હતું.  તથા વધુ ચાર કોમર્શીયલ મિલ્કતને સીલ મારવામાં આવ્યુ હતું. ટેકસ ઈન્સપેકટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે આજે હોટલ સિલ્વર પેલેસ, એક દુકાન, એક વખાર અને એક બંધ આઈસ ફેકટરી સીલ કરાઈ છે. આ તમામ મિલકતનો કુલ બાકી વેરો રૂા.10 લાખ અને 20000 છે. એ સિવાય એક કોમર્શીયલ મિલ્કત ધારકે બાકી નીકળતા રૂા. 52,000 સ્થળ પર ભરી આપતા તેની મિલ્કત સીલ કરાઈ ન હતી. અનેક મિલ્કત એવી છે કે જેને સીલ કર્યાને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં વેરો ભરવામાં આવ્યો નથી. આથી પાલિકા દ્વારા આવી લાંબા સમયથી સીલ હોય તેવી મિલ્કતો ટાંચમાં લઈ હરરાજી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 


Google NewsGoogle News