વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.65 હજારની મતાની ચોરી
Vadodara Theft Case : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો યુવક પોતાની પત્નીને જુનાગઢ ખાતે વતનમાં લેવા માટે ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાન અને નિશાન બનાવ્યું હતું. બાદમાં કબાટમાં મુકેલા રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના મળી 65 હજારની મતાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા. જેથી યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા મહેશ્વરનગરમાં રહેતા અજય મનસુખભાઈ વિરાણીએ હું પરિવાર સાથે ભાડાના મકાનમા છેલ્લા છ વર્ષથી રહુ છું અને એવેમ્બીક ફાર્માસ્યુટીકલ લિ.માં નવ વર્ષથી નોકરી કરૂ છુ. મારું મૂળ વતન જુનાગઢ ખાતેનું છે અને મારા વતનમાં ચારા માતા પિતા અને મોટાભાઈ રહે છે. દિવાળીના વેકશન દરમ્યાન હું તથા મારી પત્નિ અને મારા બાળકો વતનમા ગયેલા અને મારી પત્નિને વતનમાં મુકિને પરત વડોદરા આવી ગયેલો હતો. ગત 15 નવેમ્બર ના રોજ સાંજના સાડા સાત વાગ્યેના સુમારે મારા ઘરના મુખ્ય દરવાજાને તાળું માળીને મારા પત્નિ તથા મારા બાળકોને લેવા માટે મારે વતનના ઘરે જુનાગઢ ખાતે ગયો હતો. 17 નવેમ્બરના રોજ મારા પડોશીએ મને સવારના સાડા સાત વાગે ફોન કરીને જણાવ્યુ હતુ કે તમારા મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું છે. જેથી હું મારી પત્નિને બાળકોને લઈને મારા વતન જુનાગઢ ખાતેથી બપોરના સમયે અહિ આવ્યો હતો અને મારા ઘરમાં તપાસ કરી તો મારા ઘરના બેડરૂમમા કબાટમાં મુકેલ પાકીટમાંથી રોકડા રૂપિયા 35 હજાર તથા સોના ચાંદીના દાગીના તેમજ ઓરીજનલ ડ્રાઈવિંગ લાયસન્સ તથા આર.સી.બુક તથા થાથી મળી કુલ રૂ.65 હજારની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.