વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે વાનમાં ભરેલા જુદા-જુદા ડ્રમમાંથી દારૂની 622 બોટલ મળી
Vadodara Liquor Crime : વડોદરાની ગોલ્ડન ચોકડી પાસેથી પોલીસે ગઇ રાત્રે જુદા જુદા ડ્રમમાં ભુસાની અંદર ભરેલી દારૂની બોટલો કબજે કરી હતી.
ગોલ્ડન ચોકડી પાસે હરણી પોલીસ વાહનો ચેક કરતી હતી તે દરમિયાન એક વાનમાં 11 જેટલા નાના ડ્રમ જોવા મળ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા વાનના ચાલકે ગલ્લા તલ્લા કર્યા હતા.
જેથી ડ્રમ ખોલીને ચેક કરતા અંદર ભરેલા ભૂસામાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતની દારૂની 622 બોટલ મળી આવી હતી. પોલીસે વાનના ચાલક જીતેન્દ્ર જાટ (હાલ રહે.પીટીસી ટ્રાન્સપોર્ટ,ગોલ્ડન ચોકડી પાસે ની ઓફિસમાં, વડોદરા મૂળ રહે બુલંદ શહેર યુપી) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.