Get The App

સ્થાયી સમિતિમાં કરવેરા વિનાનું ૬૨૧૯.૮૧ કરોડનું બજેટ મંજૂર

આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસ : જમીન વેચાણ આવકનો લક્ષ્યાંક વધારી ૧૫૧ કરોડ કર્યો

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
સ્થાયી સમિતિમાં કરવેરા વિનાનું ૬૨૧૯.૮૧ કરોડનું બજેટ મંજૂર 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૫-૨૬ નું રૃા.૬૨૦૦.૫૬ કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશનરે ગઈ તા.૨૮ના રોજ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. સ્થાયી સમિતિએ આ બજેટ પર ૯ સેશનની ચર્ચાના અંતે ૫૦ કરોડનો સૂચિત કરબોજ નામંજૂર કરી કરવેરા વિનાનું બજેટ મંજૂર કર્યું છે. હવે આ બજેટને સમગ્ર સભામાં તા.૧૭, ૧૮ અને ૧૯ના રોજ ચર્ચા બાદ અંતિમ મંજૂરી અપાશે.

રૃા.૬૨૦૦.૫૬ કરોડના બજેટમાં સ્થાયી સમિતિએ ફેરફાર કરતા આ બજેટ હવે ૬૨૧૯.૮૧ કરોડનું થયું છે. વર્ષ ૨૦૨૪-૨૫નું રિવાઈઝડ બજેટમાં ફેરફાર નથી, તે ૬૦૧૩.૧૬ કરોડનું રહ્યું છે.આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસ કર્યો છે. વડોદરાને વધુ વિકસિત, સ્માર્ટ, ગ્રીન, સસ્ટેનેબલ અને રેસિડેન્ટ સિટી બનાવવા પ્રયાસ થશે. પૂર નિયંત્રણ, પૂર નિવારણની સાથે સાથે પીવાના પાણીના સંસાધન વધારાશે. આવક વધે તે માટે જૂના બાકી રહેલા વેરાની આવક પર તંત્ર સઘન કામ કરશે. સફાઈ ચાર્જનો કરબોજ લાદવા નથી દીધો તો પણ ડોર ટુ ડોર કચરાની અને સફાઈ કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે અને આગામી મહિનાઓમાં શહેર સ્વચ્છ અને સુઘડ બનશે. જમીન વેચાણની આવકનો કમિશનરે ૧૦૧ કરોડનો અંદાજ મૂક્યો હતો, જે વધારીને ૧૫૧ કરોડ સ્થાયીએ કર્યો છે. મેડિકલ રિ-એમ્બર્સમેન્ટ માટે કર્મચારીઓના બિલો, હોસ્પિટલો અને લેબોરેટરીના બિલોમાં ૭ કરોડ ઘટાડયા છે. સ્મશાનો માટે લાકડાં, છાણાં, ગેસ ચિતાના મેન્ટેનન્સનો ખર્ચ પાંચ કરોડ ઘટાડયો છે. ઈમ્પેક્ટ ફીની આવક ૯ કરોડ, પાણી - ડ્રેનેજના બોગસ કનેક્શન કાયદેસર કરવાની આવક પણ ૯.૯૫ કરોડ વધારી છે.


Google NewsGoogle News