Get The App

10 વર્ષની બાળકી પર જાતીય હુમલો કેસમાં 62 વર્ષના આરોપીને 7 વર્ષની સખ્તકેદ

ટેરેસ પર રમતી બાળકીને સ્કુલ બતાવવાના બહાને અનવોન્ટેડ સ્પર્શ કરી ચુંબન કર્યું હતુ ઃ ભોગ બનનારને 1 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
10 વર્ષની બાળકી પર જાતીય હુમલો કેસમાં 62 વર્ષના આરોપીને 7 વર્ષની સખ્તકેદ 1 - image


સુરત 

ટેરેસ પર રમતી બાળકીને સ્કુલ બતાવવાના બહાને અનવોન્ટેડ સ્પર્શ કરી ચુંબન કર્યું હતુ ઃ ભોગ બનનારને 1 લાખ વળતર ચુકવવા હુકમ

    

જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં રહેતી દશ વર્ષની બાળકીને ટેરેસ પર સ્કુલ બતાવવાના બહાને અણછાજતા સ્પર્શ કરીને કીસ કરી જાતીય હુમલો કરનાર 62 વર્ષીય આરોપી વૃધ્ધને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-9(એમ) સાથે વાંચતા કલમ-10ના ગુનામાં સાત વર્ષની સખ્તકેદ,રૃ.5 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તથા ભોગ બનનારને 1 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

જહાંગીરપુરા પોલીસની હદમાં રહેતી 10 વર્ષની બાળકી ગઈ તા.6-5-2023ના રોજ રહેણાંક એપાર્ટમેન્ટના ટેરેસ પર રમવા ગઈ હતી.જે દરમિયાન 62 વર્ષીય આરોપી મનહરભાઈ ત્રિકમભાઈ સુરતીએ તેની પાછળ પાછળ ફરીને તેને ટેરેસ પર જવાની સીડીમાં  લઈ જઈ તેણીના છાતીના ભાગે અણછાજતો સ્પર્શ કર્યો હતો. ભોગ બનનાર સગીર બાળકીએ છુટવાનો પ્રયાસ કરતાં તેને પકડી રાખીને કીસ કરીને આરોપીએ જાતીય હુમલો કર્યો હતો. જે અંગે ભોગ બનનારની ફરિયાદીની માતાએ આરોપી વૃધ્ધ મનહરભાઈ સુરતી વિરુધ્ધ જહાંગીર પુરા પોલીસમાં ઈપીકો-354(ક),354(ઘ) તથા પોક્સો એક્ટની કલમ-11, 12ના ભંગ બદલ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 15 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કરીને આરોપી વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો. જેથી કોર્ટે આરોપી વૃધ્ધને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જેથી બચાવપક્ષે આરોપી વૃધ્ધ તથા ગુનાઈત ઈતિહાસ ન હોઈ સમાજમાં માનપ્રતિષ્ઠા ધરાવતા હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે ભોગ બનનાર પોતાની પૌત્રીની ઉંમરની માત્ર દશ વર્ષની સગીર બાળકી હોવાનું જાણવા છતાં પરણીત અને 62 વર્ષીય આરોપીએ તેની એકલતાનો ગેરલાભ ઉઠાવીને જાતીય હુમલો કર્યો છે. આરોપીએ પોતાની કામુકતાના સંતોષ ખાતર કુમળી વયની બાળકી પર જાતીય હુમલો કરી ગંભીર અને જઘન્ય કૃત્ય આચર્યું હોઈ મહત્તમ સજા કરી સમાજમાં દાખલો બેસાડવા માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપી વૃધ્ધને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ, દંડ તથા ભોગ બનનારને 1 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.


suratcourt

Google NewsGoogle News