અમરોલીમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરનાર 60 વર્ષના વૃદ્ધની ધરપકડ

છેલ્લા દોઢ મહિનાથી તરુણીને ફોન કરી પરેશાન કરતા વૃદ્ધ ફરવા લઈ જવાનું પણ કહેતા હતા

ચાર દિવસ પહેલા રેસ્ટોરન્ટમાં અડપલાં કરતા માતાને જાણ કરી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
અમરોલીમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરનાર 60 વર્ષના વૃદ્ધની ધરપકડ 1 - image


- છેલ્લા દોઢ મહિનાથી તરુણીને ફોન કરી પરેશાન કરતા વૃદ્ધ ફરવા લઈ જવાનું પણ કહેતા હતા

- ચાર દિવસ પહેલા રેસ્ટોરન્ટમાં અડપલાં કરતા માતાને જાણ કરી

સુરત, : સુરતના અમરોલી વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી 17 વર્ષની તરુણીને ફોન કરી પરેશાન કરતા 60 વર્ષના વૃદ્ધે ચાર દિવસ અગાઉ તરુણી સાથે રેસ્ટોરન્ટમાં અડપલાં કરતા અમરોલી પોલીસે તરૂણીની માતાની ફરિયાદના આધારે વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરે છે.ત્યાં જમવા આવતા મંજીભાઇ ઉર્ફે ભાભા રામજીભાઇ નાવડીયા ( ઉ.વ.60, રહે.અલખ ટેક્ષટાઇલ્સ, વેદાંત ઇન્ડસ્ટ્રીઝ, કોસાડ, સુરત ) પાસે તેમનો મોબાઈલ નંબર હોય તે છેલ્લા દોઢ મહિનાથી મહિલાની 17 વર્ષની પુત્રીને ફોન કરી પરેશાન કરતા હતા.મંજીભાઈ તરુણીને સાથે ફરવા જવાનું પણ કહેતા હતા.દરમિયાન, ચાર દિવસ અગાઉ મંજીભાઈ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા ત્યારે ત્યાં હાજર તરુણીના છાતીના ભાગે, જાંઘના ભાગે તથા પગની પાનીના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી.

અમરોલીમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરનાર 60 વર્ષના વૃદ્ધની ધરપકડ 2 - image

આ અંગે તરુણીએ માતાને જાણ કરતા તેમણે ગતરોજ મંજીભાઈ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે માનજીભાઇની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News