શિક્ષણમાં DEO-DPO સહિત વર્ગ-1ની 60 ટકા જગ્યા ઘણા સમયથી ખાલી, દિવાળી બાદ બઢતીના સંકેત

નવી બોર્ડ પરીક્ષા પદ્ધતિ-શિક્ષણ નીતિના અમલની વાતો વચ્ચે જગ્યા ઘણા સમયથી ખાલી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
શિક્ષણમાં DEO-DPO સહિત વર્ગ-1ની 60 ટકા જગ્યા ઘણા સમયથી ખાલી, દિવાળી બાદ બઢતીના સંકેત 1 - image


પ્રાથમિકથી માંડી સ્કૂલ શિક્ષણમાં નવી પ્રાથમિક શિક્ષણ નીતિના અમલ ટાણે અને બોર્ડ પરીક્ષાઓની નવી પદ્ધતિના અમલ ટાણે જ હાલ રાજ્યના સ્કૂલ શિક્ષણમાં ડીઈઓ-ડીપીઓ સહિતના વર્ગ-૧ના અધિકારીઓની 60 ટકા જડગ્યા ખાલી પડી છે. ઘણા સમયથી ખાલી પડેલી આ જગ્યાઓ અન્ય અધિકારીઓને ચાર્જ આપીને ચલાવવામા આવી રહી છે ત્યારે શિક્ષણમંત્રી દ્વારા આજે દિવાળી બાદ આ જગ્યાઓ કામયી અધિકારીઓથી ભરી દેવાની જાહેરાત તો કરાઈ છે પરંતુ ખરેખર બઢતી સાથે નવી નિમણૂંકો આપીને આ જગ્યાઓ  ભરાશે કે કેમ તે પ્રશ્ન છે.

39 જગ્યાઓ પર અધિકારી ચાર્જમાં : શિક્ષણમંત્રી દ્વારા દિવાળી બાદ બઢતી સાથે નિમણૂકો આપવાની જાહેરાત

રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદ શહેરમાં કે જ્યો હજારોની સંખ્યામાં પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો છે ત્યારે અમદાવાદ શહેરના ડીઈઓ પાસે અમદાવાદ ડીપીઈઓનો પણ ચાર્જ છે.આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ  પાસે બોટાદ જીલ્લાના ડીપીઈઓનો ચાર્જ છે.આમ અમદાવાદ જીલ્લા ડીઈઓના બે અધિકારીઓ પાસે અન્ય બે ચાર્જ છે અને ગ્રામ્ય ડીઈઓએ તો સપ્તાહમાં બેથીત્રણ દિવસ બસો કિલોમીટર દૂર જવુ પડે છે.ગુજરાતમાં હાલ ૩૯ ડીઈઓ-ડીપીઓની જગ્યાઓ ચાર્જથી ચાલે છે અને અન્ય કામયી વર્ગ-1ના અધિકારીઓને વધારાનો હવાલો આપીને કામગીરી ચલાવાઈ રહી છે. ડીઈઓ-ડીપીઓથી માંડી ગુજરાત બોર્ડમાં, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી સહિતના સરકારની શૈક્ષણિક કચેરીઓમાં પણ વર્ગ-૧ની જગ્યાઓ ખાલી છે.લગભગ 60 ટકા જેટલી વર્ગ-૧ની જગ્યાઓ હાલ ખાલી છે ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા દિવાળી બાદ ડીઈઓ-ડીપીઓની જગ્યાઓ કામયી અધિકારીથી ભરી દેવાશે તેવી જાહેરાત કરવામા આવી છે.પરંતુ ખરેખર કેટલી જગ્યાઓ ભરાશે અને બઢતીના ઓર્ડરો થશે કે કેમ તે પ્રશ્ન છે.પરંતુ હાલ ચાર્જને લીધે અધિકારીઓ પણ કંટાળ્યા છે અને એક સાથે બે બે કચેરીઓ સંભાળવા જતા શિક્ષણના અનેક પ્રશ્નો-ફરિયાદોના નિવારણમાં મુશ્કેલી પડી રહી છે.



Google NewsGoogle News