વાંકાનેરમાં ડમ્પરે બાઇકને ટક્કર મારતાં 6 વર્ષના બાળકનું મોત, માતા-દીકરી હાલત નાજુક
Road Accident : વાંકાનેરના જામસર ચોકડી પાસે સોમવારે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક સહિત બાઇક પર સવાર પરિવારને ગંભીર ઇજાઓ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 6 વર્ષીય બાળકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે માતા-દીકરી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની જામસેર ચોકડી પાસે સોમવાર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર કુંવરજીભાઇ રાતોજા પોતાના પરિવાર સાથે જઇ રહ્યા હતા. તે દરમિયાન એક ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર પત્ની, પુત્રી અને પુત્રને સહિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે ક્રોધે ભરાયેલા લોકો જામસર ચોકડી પર વાહનો અવર-જવરી રોકી દેતાં ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.
અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કુંવરજીના 6 વર્ષીય પુત્રનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 8 વર્ષીય પુત્રી આસુબેનની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પત્ની જાનાબેનની સારવાર રાજકોટની હોસ્પિટલમાં ચાલી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ડમ્પર ચાલકોનો ભારે આતંક છે. પૂરપાટ ઝડપે ઓવરલોડ વાહનો દરરોજ દોડતા હોવાથી અવાર-નવાર અકસ્માત સર્જાય છે. આ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રાહદારીઓ ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.