ઝીંઝુવાડા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા
- એલસીબીનો દરોડો, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
- રોકડ, મોબાઈલ સહિત કુલ રૂા. 93,380 નો મુદ્દામાલ કબજે કરાયા
સુરેન્દ્રનગર : ઝીંઝુવાડા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ૬ શખ્સ ઝડપાયા છે. એલસીબી ટીમે સ્થાનિક ૫ોલીસને અંધારામાં રાખી દરોડો પાડી રોકડ, મોબાઈલ સહિત કુલ રૂા.૯૩,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે એલસીબી ટીમે સ્થાનિક ૫ોલીસને અંધારામાં રાખી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુુગાર રમતા લાલભા ઉર્ફે બચ્ચન ભીખુુભા ઝાલા (રહે.ઝીંઝુવાડા), રસીકભાઈ ઉર્ફે કલી છનાભાઈ ગરીયાવડા (રહે.ખાનસરોવર, પાટડી), સદ્દામ ઉર્ફે સલો મહેબુબભાઈ પઠાણ (રહે.પાટડી), વિજયસિંહ પ્રવિણસિંહ ઝાલા (રહે.ઝીંઝુવાડા), વિપુલકુમાર ગીરજાશંકર રાવલ (રહે.ઝીંઝુવાડા) અને ગજેન્દ્રસિંહ જેઠુભા ઝાલા (રહે.ઝીંઝુવાડા)ને રોકડ (રૂા.૬૩,૩૮૦), ૬ મોબાઈલ (કિં.રૂા.૩૦,૦૦૦) સહિત કુલ રૂા.૯૩,૩૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. એલીસીબીની ટીમે તમામ વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.