'વાહ ક્યા ચીજ હૈ' કહી નાનપુરામાં રાહદારી યુવતીની છેડતી કરનારને 6 માસની સખતકેદ
યુવતીએ માતા-પિતાને ફરિયાદ કરતા આરોપી માહીર શેખ અને આદીલ શેખે તેમના ઘરે જઇ સીસીટીવી કેમેરા, મોપેડ પર ફટકા મારી તોડફોડ પણ કરી હતી
સુરત
યુવતીએ માતા-પિતાને ફરિયાદ કરતા આરોપી માહીર શેખ અને આદીલ શેખે તેમના ઘરે જઇ સીસીટીવી કેમેરા, મોપેડ પર ફટકા મારી તોડફોડ પણ કરી હતી
દશેક
વર્ષ પહેલાં નાનપુરા દાતાર કરીયાણાની દુકાન પાસે ટુ વ્હીલર્સ પર પસાર થતી ભોગ
બનનાર યુવતિ પર વાહ ક્યા ચીજ હૈ કહીને કોમેન્ટ કરી છેડતી કર્યા બાદ ફરિયાદીના ઘરે
જઈને તેના સીસીટીવી કેમેરા તોડી કાઈનેટીકને નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની
ધમકી આપનાર બે પૈકી એક આરોપીને આજે થર્ડ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)
ડૉ.કુ.સુપ્રિકત કૌર ગાબાએ ઈપીકો-૩૫૪(એ)ના ગુનામાં દોષી ઠેરવી છ માસની સખ્તકેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
નાનપુરા વિસ્તારમાં રહેતી ફરિયાદી યુવતિ ગઈ તા.13-10-2005ના રોજ સાંજે ટુ વ્હીલર્સ પર જીમમાથી પરત આવતી હતી.જે દરમિયાન નાનપુરા દાતાર કરીયાણાની દુકાન પાસે પોતાના મિત્રો સાથે બેઠેલા આરોપી માહીર હુશેન મોહમદ અખ્તર હુશેન શેખ (રે.નવાબ મસ્જિદની ચાલ,નાનપુરા)એ ટુ વ્હીલર્સ પર પસાર થતી ફરિયાદી યુવતિને વાહ ક્યા ચીજ હૈ કહીને છેડતી કરી હતી.જે અંગે ફરિયાદીએ ઘરે જઈને પોતાના માતા-પિતાના જાણ કરતા માતા પિતા શફીભાઈન ેલઈને આરીફભાઈની ઓફીસે સમાધાન કરવા ગયા હતા. ત્યારે માહીર શેખ તથા તેના ભાઈ આદીલ હુશેન જાહેર હુશેન શેખે ફરિયાદીના ઘરે જઈને બોલાચાલી કરીને સીસીટીવી કેમેરા તોડી કાઈનેટીક પર લાકડાના સપાટા મારી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે બંને ભાઇ વિરુધ્ધ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દસ વર્ષ જુના કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીઓના બચાવપવક્ષે મુખ્યત્વે ગુનાનો ઈન્કાર કરીને જુની અદાવત રાખીને હાલની ખોટી સંડોવણી કરી હોવાનો બચાવ લીધો હતો. જ્યારે સરકારપક્ષે એપીપી ઈસ્માઈલ આઈ.મન્સુરીએ ફરિયાદી,પંચ સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જ્યારે આરોપી માહીર શેખ તથા આદીલ શેખ વિરુદ્ધ ઈપીકો-427,114 તથા જી.પી.એકર્ટની કલમ-135ના ગુનો શંકારહિત પુરવાર ન કરતાં કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.તપાસઅધિકારી હર્ષાબેન પી,ગઢવીએ ભારતીય પુરાવા અધિનિયમની કલમ-65(બી)નું પ્રમાણપત્ર કે બનાવ સમયે હથિયારબંધીનું જાહેરનામું અસ્તિત્વમાં હોવા સંબંધી પુરાવો રેકર્ડ પર રજુ કર્યો નહોતો. જેથી આરોપીઓને ઉપરોક્ત ગુનામાં કોર્ટે શંકાનો લાભ આપ્યો છે.