Get The App

Lok Sabha Elections 2024: ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે

Updated: May 7th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થશે. આ વખતે ભાજપે છ, કોંગ્રેસે પાંચ આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી તેઓ પોતાને જ મત આપી શકશે નહીં.

ઉમેદવારોના મત અલગ, ઉમેદવારી અન્ય સ્થાને

અમદાવાદની બે બેઠક પર ત્રણ ઉમેદવારો આયાતી છે. જેમાં હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના ઉમેદવાર-અમદાવાદ પશ્ચિમના મતદાર, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર-અમદાવાદ પૂર્વના મતદાર જ્યારે ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર-આણંદના મતદાર છે. લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકના બંને ઉમેદવાર આયાતી છે. પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એમ બંને હરીફો મત આપવા માટે અમરેલી જશે.

Lok Sabha Elections 2024: ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે 2 - image

Lok Sabha Elections 2024: ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ મત નહીં આપી શકે 3 - image



Google NewsGoogle News