ગોરવામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર હવસખોર પકડાયો,બનાવના સ્થળેથી હેરઓઇલની બોટલ કબજે
વડોદરાઃ ગોરવા વિસ્તારના એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આધેડવયના એક હવસખોરે સગીર વયની કન્યા પર બળાત્કાર ગુજારતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના બેઝમેેન્ટમાં બે દિવસ પહેલાં સાંજના સમયે બનેલા બનાવમાં સગીર વયની કન્યાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે ફરિયાદ કરી હતી.
૫૮ વર્ષીય અશોક પરમાર નામનો આરોપી સગીરાને ફોસલાવીને એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં લઇ ગયો હતો અને શારીરિક અડપલાં કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીએ હેરઓઇલનો પણ ઉપયોગ કર્યો હોવાથી ગોરવા પોલીસે સ્થળ પરથી ઓઇલની બોટલ પણ કબજે કરી હતી. આરોપએ કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.જેથી ગોરવા પોલીસે આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધી તેને ઝડપી પાડયો છે.આરોપીને માર મારવામાં આવ્યો હોવાથી તેને સારવાર પણ આપવામાં આવી હતી.