Get The App

મુળીના કુકડા ગામમાં બિનવારસી કારમાંથી દારૂની 58 બોટલ ઝડપાઈ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
મુળીના કુકડા ગામમાં બિનવારસી કારમાંથી દારૂની 58 બોટલ ઝડપાઈ 1 - image


- કારના ચોરખાનામાં દારૂ છૂપાવ્યો હતો

- દારૂ, કાર સહિત રૂા. 5.94 લાખનો મુદ્દામાલ જપ્ત : સ્થાનિક પોલીસ ઊંઘતી રહી એલસીબીની કાર્યવાહી

સુરેન્દ્રનગર : મુળીના કુકડા ગામની સીમમાં કાચા રસ્તા તરફ બીનવારસી એક કારમાંથી ચોરખાનામાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. એલસીબીના દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન કુકડા ગામની ખારોડીયાની પાટી તરીકે ઓળખાતી સીમના કાચા રસ્તા પર એક કાર શંકાસ્પદ હાલતમાં પડી હતી જેની તલાસી લેતા કારના ચોરખાનામાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૮ કિંમત રૂા.૯૪,૪૦૦ તેમજ કાર કિંમત રૂા.૫ લાખ મળી કુલ રૂા.૫.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ રેઈડ દરમ્યાન આરોપી હાજર મળી ન આવતા મુળી પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસની કાર્યવાહી હાથધરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગરો પણ હવે પોલીસથી બચવા અવનવી તરકીબો અજમાવી રહ્યાં છે ત્યારે કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે તેમજ બીજી બાજુ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.



Google NewsGoogle News