Get The App

ધંધુકા ન.પા. ચૂંટણીમાં 57.13 ટકા મતદાન, 60 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થયું

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
ધંધુકા ન.પા. ચૂંટણીમાં 57.13 ટકા મતદાન, 60 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થયું 1 - image


- વહેલી સવારે અને સાંજના સમયે મતદારોનો વધુ ધસારો રહ્યો

- 8,861 પુરૂષ, 7,709 મહિલા સહિત કુલ 16,570 મતદારે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ

ધંધુકા : ધંધુકા  નગરપાલિકાની ચૂંટણી માટે આજે થયેલા મતદાનમાં ૮,૮૬૧ પુરૂષ, ૭,૭૦૯ મહિલા સહિત કુલ ૧૬,૫૭૦ મતદારે મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે ૬૦ ઉમેદવારનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં સીલ થયું હતું. હવે તા.૧૮ ફેબુ્રઆરીએ મત ગણતરી થશે. 

 આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ધંધુકા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકની સામાન્ય ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જે સાંજે છ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. 

 ધંધુકાના કુલ ૭ વોર્ડમાટે નોંધાયેલ ૧૪,૭૩૩ પુરૂષ અને  ૧૪,૨૭૦ મહિલા સહિત કુલ ૨૯,૦૦૩ મતદાર હતા. જેમાંથી ૮,૮૬૧ પુરૂષ, ૭,૭૦૯ મહિલા સહિત કુલ ૧૬,૫૭૦ મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા ૫૭.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નં.૭ માં ૬૪.૪૪ ટકા રહ્યંુ હતું તો સૌથી ઓછુ મતદાન વોર્ડ નં. ૬ માં ૪૭.૮૭ ટકા રહ્યું હતું.પાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ ૬૦ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થયું હતું. 

 ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે એક એએસપી, એક પીઆઈ, ત્રણ પીએસઆઈ સહિત ૬૫ પોલીસ કર્મચારીઓ અને ૪૪ હોમગાર્ડના જવાનો તેમજ ૨ એસ.આર.પી જવાનો તૈનાત કરાયા હતા. મતદાન પ્રક્રિયા માટે મુખ્ય ચૂંટણી અધિકારી સહિત ૨૨૯ કર્મચારીઓ, ૨૯ પ્રીસાઈડીંગ ઓફિસર, ૧૫૬ પોલીંગ સ્ટાફ તેમજ અન્ય ૩૯ કર્મચારીએ ફરજ બજાવી હતી. આરોગ્યકર્મીઓ દ્વારા વૃધ્ધોને વ્હીલચેર પર બેસાડીને મત કુટીર સુધી લઈ જઈને મતદાન કરાવવામાં આવ્યું હતુ.

વોર્ડ પ્રમાણે મતદાન

વોર્ડ

કુલ મતદાર

થયેલ મતદાન

મતદાનની ટકાવારી

વોર્ડ -૧

૪૯૮૯

૨૯૨૨

૫૮.૫૬

વોર્ડ -૨

૪૧૨૩

૨૨૮૬

૫૫.૪૪

વોર્ડ -૩

૪૭૯૦

૨૬૯૨

૫૬.૨૦

વોર્ડ -૪

૩૮૧૧

૨૩૦૭

૬૦.૫૩

વોર્ડ -૫

૩૫૩૮

૧૮૯૦

૫૩.૪૨

વોર્ડ -૬

૩૧૫૪

૧૫૧૦

૪૭.૮૭

વોર્ડ -૭

૪૫૯૮

૨૯૬૩

૬૪.૪૪

ટોટલ

૨૯૦૦૩

૧૬૫૮૦

૫૭.૧૩  


Google NewsGoogle News