રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણીમાં ૪૬ ફોર્મ રદ થતા ૫૨૫ ઉમેદવારો મેદાનમાં
આજે ફોર્મ પરત ખેંચાયા બાદ સ્પષ્ટ થશે ચૂંટણી ચિત્ર
જામનગરની ૩ પાલિકામાં ૯૬ ફોર્મ રદ થતા ૨૩૫ ઉમેદવારો મેદાનમાંઃ અમરેલીની ૪ પાલિકાની ૧૦૪ બેઠકો માટે ૨૫૨ ફોર્મ માન્યઃ હળવદમાં ૩ ફોર્મ રદ, ૭૨ માન્ય
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ૧૬૮ બેઠકો માટે કુલ ૫૭૧
ફોર્મ ભરાયા હતાં. જેમાં આજે ચકાસણી બાદ ૪૬ ફોર્મ રદ થતાં કુલ ૫૨૫ ઉમેદવારો
મેદાનમાં છે. ભાયાવદર પાલિકાની ૨૪ બેઠકો માટે ૭૩ ફોર્મ ભરાયા હતાં, તેમાં ૩ ફોર્મ રદ
થતાં ૭૦ ઉમેદવારો, ધોરાજી
પાલિકાની ૩૬ બેઠકો માટે ૧૩૫ ફોર્મમાંથી ૨૦ ફોર્મ રદ થતાં ૧૧૫ ઉમેદવારો, જસદણ પાલિકાની ૨૮
બેઠકો માટે ૭૮ ફોર્મ ભરાયા હતાં. આજે ૭ ફોર્મ રદ થતાં ૭૧ ઉમેદવારો, જ્યારે જેતપુર
પાલિકાની ૪૪ બેઠક માટે ૧૭૩ ફોર્મ ભરાયા હતાં,
તેમાંથી ૯ ફોર્મ રદ થતાં ૧૬૪ ઉમેદવારો જ્યારે ઉપલેટાની ૩૬ બેઠકો માટે ૧૧૨
ફોર્મ ભરાયા હતાં. તેમાં આજે ૭ ફોર્મ રદ થતા ૧૦૫ ઉમેદવારો મેદાનમાં છે.
જામનગર જિલ્લાની ૩ પાલિકાની ૮૪ બેઠકો માટે ૩૩૧ ફોર્મ ભરાયા
હતા. તેમાં ૯૬ ફોર્મ રદ થતાં ૨૩૫ ઉમેદવારો મેદાનમાં છે. ધ્રોલ પાલિકાની ૨૮ બેઠક
માટે ૧૨૨ ફોર્મ પૈકી ૩૫ ફોર્મ રદ થતા ૮૭ ફોર્મ માન્ય રહ્યા છે. જામજોધપુર પાલિકાની
૨૮ બેઠક માટે ૧૧૦ ફોર્મ ભરાયા હતા,
તેમાં ૩૦ ફોર્મ રદ થતાં ૮૦ ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે કાલાવડ પાલિકાની ૨૮
બેઠક માટે ૯૯ ફોર્મ ભરાયા હતા,
તેમાં ૩૧ ફોર્મ રદ થતાં ૬૮ ફોર્મ માન્ય રહ્યા છે.
અમરેલી જિલ્લાની ચલાલા પાલિકાની ૨૪ બેઠકો માટે ભરાયેલા ૪૮
પૈકી તમામ ફોર્મ માન્ય રહ્યા છે. જાફરાબાદ પાલિકાની ૨૮ બેઠકો માટે ૫૭ ફોર્મ ભરાયા
હતા. જેમાં આજે ૧ ફોર્મ રદ થતા ૫૬ ફોર્મ માન્ય રહ્યા છે. લાઠી પાલિકાની ૨૪ બેઠકો
માટે ૬૭ ફોર્મ ભરાયા હતાં. તેમાં ૧ ફોર્મ રદ થતાં ૬૬ ઉમેદવારો મેદાનમાં છે. રાજુલા
પાલિકાની ૨૮ બેઠકો માટે ૮૯ ફોર્મ ભરાયા હતાં. તેમાં ૭ ફોર્મ રદ થતાં હાલ ૮૨
ઉમેદવારો મેદાનમાં છે.
મોરબી જિલ્લામાં હળવદ
નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ૭૫ ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૩ ફોર્મ રદ થતાં હાલ ૭૨
ઉમેદવારો મેદાનમાં છે.