Get The App

અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળી આવતા હડકંપ, દિલ્હી-ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
Cocaine Recovered in Ankleshwar


Cocaine Recovered in Ankleshwar : ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.

દિલ્હીમાં ઝડપાયેલા કોકેઈનના તાર ગુજરાત સુધી

અગાઉ, 1 ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન 10 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું.



આ કેસમાં અત્યાર સુધીમાં રૂ.13000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક થાઈલેન્ડ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે.


Google NewsGoogle News